12 ઓગસ્ટ 1919ના રોજ ડૉ વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમની આજે 100મીં જયંતી છે. આજના દિવસે દેશભરના લોકો તેમને યાદ કરી રહ્યા છે કારણ કે તેમણે ભારતને અંતરિક્ષ સુધી પહોંચાડ્યું હતું. તેઓ ભારતના સ્પેસ પ્રોગ્રામના જનક હતા અને તેમણે જ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઈસરોની સ્થાપના કરી હતી.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ ડો વિક્રમ સારાભાઈને યાદ કરતા ટ્વીટ કર્યું છે, તેમણે લખ્યું છે કે ડો. વિક્રમ સારાભાઈની જન્મ શતી પર તેમને સાદર પ્રણામ. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક અને ભારતીય વિજ્ઞાનના પુરોધા ડો. સારાભાઈએ વિવિધ ક્ષેત્રોમાં સંસ્થાઓનું નિર્ણાણ કર્યું અને વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન કર્યું.

દેશ તેમની સેવાઓને યાદ કરશે.મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ પણ ડો. વિક્રમ સારાભાઈને યાદ કરતાં ટ્વીટ કરી છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઈસરોની સ્થાપના કરી ભારતીય સ્પેસ પ્રોગ્રામને નવી ઊંચાઈ પર લઈ જનાર મહાન વૈજ્ઞાનિક સ્વ. વિક્રમ સારાભાઈની જયંતી પર નમન. તેમની દીર્ઘદ્રષ્ટિ જ ભારતને આજે અંતરિક્ષમાં એક પછી એક સફળતા અપાવી રહી છે અને વૈજ્ઞાનિકો સફળતાના શિખરો સર કરી રહ્યા છે.

ભાજપના નેતા ડો દિનેશ શર્માએ ટ્વીટ કરી લખ્યું છે કે, શિક્ષાવિદ તેમજ કલાના પારખી હોવાની સાથે અંતરિક્ષ અનુસંધાનના ક્ષેત્રમાં ભારતને આંતરરાષ્ટ્રીય જગત પર સમ્માન અપાવનાર મહાન અંતરિક્ષ વૈજ્ઞાનિક પદ્મવિભૂષણ ડો. સારાભાઈની જયંતી પર શત્ શત્ નમન. ઝારખંડના સીએમ રઘુવર દાસએ પણ લખ્યું છે કે, ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક ડો. સારાભાઈની જયંતી પર નમન. આ ઉપરાંત ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ ટ્વીટ કરી છે.

તેમણે લખ્યું છે કે, અંતરિક્ષ અનુસંધાન ક્ષેત્રમાં ભારતને આંતરરાષ્ટ્રીય માનચિત્ર પર સ્થાન અપવવા સાથે આણવિક ઊર્જા. ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય ક્ષેત્રમાં પણ તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે. તેમની 100મી જયંતી પર પદ્મભૂષણ શ્રી વિક્રમ સારાભાઈને નમન. ડૉ વિક્રમ સારાભાઈની 100મીં જયંતીની ઉજવણી અને તેમની યાદમાં આજે ગૂગલએ પણ ખાસ ડૂડલ બનાવ્યું છે.