આર્થિક મોરચે મોદી સરકાર માટે વર્લ્ડ બેંક દ્વારા કરાયેલી આગાહી ખુશ ખબર લઈને આવી છે. વર્લ્ડ બેંકે પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે 2018-19માં ભારતનો જીડીપી દુનિયામાં સૌથી વધારે રહેશે.વર્લ્ડ બેંકે ભારતનો જીડીપી 7.3 ટકા રહેશે તેવુ અનુમાન કર્યુ છે.જ્યારે ચીનનો જીડીપી 6.3 ટકા રહેશે તેવી આગાહી કરી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતની ઈકોનોમીમાં નોટબંધી અને જીએસટીન કારણે 2017માં બ્રેક વાગી હતી.2017માં ચીનનો વિકાસ દર 6.9 ટકા અને ભારતનો વિકાસ દર 6.7 ટકો હતો. જોકે ભારતનો ગ્રોથ આઉટલૂક બહુ મજબૂત દેખાય છે અને ભારત આજે પણ સૌથી ઝડપથી વિકસી રહેલુ અર્થંત્ર રહેશે.