Cricket - ICC Cricket World Cup - Bangladesh v India - Edgbaston, Birmingham, Britain - July 2, 2019 India's Virat Kohli celebrates at the end of the match Action Images via Reuters/Andrew Boyers

બર્મિંગહામના એજબેસ્ટન ખાતે વર્લ્ડકપની 40મી મેચમાં ભારતે બાંગ્લાદેશને 28 રને હરાવીને સતત ત્રીજીવાર સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતે બાંગ્લાદેશને મેચ જીતવા 315 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેની સામે બાંગ્લાદેશ 48 ઓવરમાં 286 રને ઓલઆઉટ થઇ ગયું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને ભારતે બાંગ્લાદેશને મેચ જીતવા 315 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતીય બોલર જસપ્રીત બુમરાહે 48મી ઓવરના છેલ્લા બે બોલમાં અંતિમ બે વિકેટ લઇને બાંગ્લાદેશને હરાવ્યું હતું. ભારત તરફથી ઓપનર્સ રોહિત શર્મા અને લોકેશ રાહુલે પ્રથમ વિકેટ માટે 180 રન ઉમેર્યા હતા. વર્લ્ડકપમાં ભારત માટે સૌથી વધુ ઓપનિંગ ભાગીદારીનો નવો રેકોર્ડ આ જોડીએ પોતાના નામે કર્યો હતો. રોહિત શર્મા 92 બોલમાં 7 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી 104 રન કર્યા હતા. તેણે પોતાના વન-ડે કરિયરની 26મી અને ટૂર્નામેન્ટની ચોથી સદી ફટકારી હતી. તે વર્લ્ડ કપમાં 500 રન કરનાર સચિન તેંડુલકર પછી બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે.