ચોકલેટનો ઈતિહાસ લગભગ 4 હજાર વર્ષ જૂનો છે. કેટલાક લોકો એમ કહે છે કે ચોકલેટ બનાવવા માટે જે ઝાડનો ઉપયોગ કરવામાં આવે છે તે કોકોનું ઝાડ સૌ પ્રથમ અમેરિકાના જંગલોમાંથી મળ્યું હતું. કહેવામાં આવે છે કે ચોકલેટની શરૂઆત મેક્સિકો અને મધ્ય અમેરિકાના લોકોએ કરી હતી. 1528માં સ્પેને મેક્સિકોને પોતાના કબ્જામાં લીધું હતું પરંતુ રાજા પરત સ્પેન ગયા તો તે પોતાની સાથે કોકોના બીજ અને સામગ્રી લઈ ગયા હતા. ઝડપથી તે ત્યાંના લોકોને પસંદ આવી ગયું અને ત્યાંનું પસંદગીનું પીણું બની ગયું.
એક સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે પુરુષોની સરખામણીમાં ભારતીય મહિલાઓ 25 ટકા વધુ ચોકલેટો ઓનલાઈન મંગાવે છે. એક સ્ટડી પ્રમાણે ઓનલાઈન ઉપલબ્ધ તમામ મીઠાઈઓમાંથી અડધાથી વધુ મિઠાઈઓ ચોકલેટની હોય છે.
વાસ્તવિક રીતે જોઈએ તો ઓનલાઈન પ્લેટફોર્મ પર જે મીઠાઈઓની માંગ છે તે પૈકીની 60 ટકા મીઠાઈઓ ચોકલેટ પર આધારીત છે. એક અન્ય તથ્ય પ્રમાણે 18-24 વર્ગના લોકો વધુ પ્રમાણમાં ચોકલેટને ઓનલાઈન મંગાવે છે. ભારતમાં ચોકલેટનો કારોબાર તાજેતરના વર્ષોમાં ઝડપથી વધી રહ્યો છે. આ રીતે જોઈએ તો ભારતમાં તેનો કારોબાર વર્ષ 2023 સુધીમાં 5.01 બિલિયન યુએસ ડિલર એટલે કે 500 કરોડ રૂપિયાથી વધુ થઈ જશે. વર્ષ 2017માં ચોકલેટનું કન્ઝપશ 19.3 કરોડ કિલો રહ્યું હતું. જયારે ચોકલેટના ઓનલાઈન કારોબારની વાત કરીએ તો વર્ષ 2012થી 2017ની વચ્ચે ઓનલાઈન રિટેલ કમપાઉન્ડનો એન્યુઅલ ગ્રોથ રેટ 57.9 ટકા રહ્યો છે. જેની વેલ્યુ 24.4 મિલિયન ડોલર એટલે કે 2.44 કરોડ રૂપિયા રહી.