હિન્દુ અને મુસ્લિમોને બાદ કરતા દેશમાં રહેનારા બીજા સમુદાયોમાં બાળકો પેદા કરવાના દરમાં ઘણો ઘટાડો થયો છે. આ સ્તર રિપ્લેસમેન્ટ લેવલથી પણ ઘટી ગયો છે.  હિન્દુ અને મુસ્લિમામાં પણ ફર્ટિલિટી રેટ ઘટ્યો છે પરંતુ હજુ પણ તે ‘અમે બે, અમારા બે’ના આંકડા કરતા વધારે છે. વર્ષ 2015-16માં થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ હિન્દુઓમાં બાળકો પેદા કરવાનો દર 2.1 પર આવી ગયો છે. 2004-05માં આ આંકડો 2.8 હતો. ગત આંકડાની સરખામણીએ આ આંકડામાં ઘણો ઘટાડો નોંધાયો છે. મુસ્લિમોમાં બાળકો પેદા કરવાનો દર હજુ પણ દેશના બીજા સમુદાયો કરતા વધારે છે. મુસ્લિમ સમાજમાં આ આંકડો 2.6 પ્રતિ પરિવાર છે. જો કે 2004-05માં આ આંકડો 3.4 હતો. દેશમાં સૌથી ઓછો ફર્ટિલિટી રેટ જૈન સમાજનો છે. તેમાં ફર્ટિલિટી રેટ 1.2 જ છે. દેશમાં શિક્ષાના સ્તરમાં જૈનો સૌથી આગળ છે. આ બાદ શીખોમાં બાળકો પૈદા કરવાનો દર 1.6, બુદ્ધોમાં 1.7 અને ખ્રિસ્તીઓમાં 2 છે. ભારતનો કુલ ફર્ટિલિટી રેટ 2.2 છે. આર્થિક દૃષ્ટિએ વિશ્લેષણ કરવામાં આવે તો ઓછી આવક વાળા પરિવારમાં બાળકોનો દર સૌથી વધારે 3.2 છે. જ્યારે વધુ આવક ધરાવતા લોકોમાં આ આંકડો સૌથી ઓછો 1.5 છે. સામાજિક આધાર પર આંકડાનું વિશ્લેષણ કરીએ તો સૌથી પછાત જનજાતીય સમાજમાં ફર્ટિલિટી રેટ 2.5 છે, જ્યારે અનુસૂચિત જાતિમાં તે 2.3 છે.