ભારતમાં હોમ લોન લેનારાઓ માટે ખુશખબર છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ સૌને આશ્ચર્ય આપવા માટે ૧લી એપ્રિલ ૨૦૧૮થી બેઝ રેટને એમસીએલઆર (માજનલ કોસ્ટ ઓફ ફંડ બેઝડ લેન્ડિંગ રેટ્સ) સાથે જોડી દેવાનું નક્કી કર્યું છે. જેથી બેન્ચમાર્ક દરોના નિર્ધારણની પદ્ધતિમાં એકસૂત્રતા લાવી શકાય. આરબીઆઇના નિર્ણયથી એપ્રિલ, ૨૦૧૬ પહેલા લેવામાં આવેલી હોમ લોન સસ્તી થવાની શક્યતા છે. લાંબા ગાળે પણ હોમ લોન બોરોઅર્સ માટે આ પગલું લાભકારક રહેશે કારણકે લોનધારકોને આરબીઆઇ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની રાહ જોવી નહીં પડે. ઉલ્લેખનીય છે કે બેઝ રેટ વ્યવસ્થાની માર્યાદાઓને કારણે આરબીઆઇએ ૧લી એપ્રિલ ૨૦૧૬થી એમસીએલઆર સિસ્ટમ લાગુ પાડી છે. નવી પદ્ધતિ અમલમાં આવતા એવી આશા રાખવામાં આવે છે કે પ્રવર્તમાન બેઝ રેટ લિંક્ડ ધિરાણ જોખમ પણ એમસીએલઆર સિસ્ટમમાં સ્થળાંતરીત થશે. જોકે આરબીઆઇના નિરીક્ષણ અનુસાર બેન્ક લોનનો મોટો ભાગ મધ્યસ્થ બેન્કે તેની અગાઉની નાણાં નીતિમાં ચિંતા વ્યક્ત કરવા છતા પણ બેઝ રેટ સાથે જોડાયેલો છે. એમસીએલઆર નીતિ દરોના સંકેતોમાં વધુ સંવેદનશીલ હોવાથી આરબીઆઇએ ૧લી એપ્રિલ ૨૦૧૮થી એમસીએલઆર સાથે બેઝ રેટને જોડી દઇને બેન્ચમાર્ક દરો નક્કી કરવાની પદ્ધતિમાં એકસૂત્રતા લાવવાનું નક્કી કર્યું છે એમ આરબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ નવી વ્યવસ્થા અંગેની જરૂરી સુચનાઓ આગામી સપ્તાહના અંતમાં જારી કરવામાં આવનાર હોવા છતાં નિષ્ણાતો કહે છે કે આ પગલાનો સ્પષ્ટ ઉદ્દેશ હોમ લોન લેનારાઓને ફાયદો કરાવવા માટેનો છે જેઓ હજુ પણ બેઝ રેટ સાથે જ સંકળાયેલા છે. એક વખત બેઝ રેટ એમસીએલઆર સાથે જોડી દેવામાં આવે તે પછી બોરોઅર્સના ભાગે બેઝ રેટ અન્ય કોઇ પણ પગલાં વિના પછીની વ્યવસ્થા સાથે જોડાઇ જશે. નિષ્ણાતો માને છે કે ઘટાડેલા ખર્ચનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવામા અત્યંત ઢીલા રહ્યા છે. તેથી એમસીએલઆર સિસ્ટમ કે જેને બેઝ રેટથી ભંડોળ ખર્ચ સાથે જોડી દેવામાં આવી છે તે આરબીઆઇ દ્વારા લાગુ પાડવામાં આવી હતી.
હવે બેન્કર્સ માટે હોમ લોન દરોને એમસીએલઆર સાથે જોડી દેવાનું જરૂરી બનાવીને આરબીઆઇ આ લાભ હોમ લોન બોરોઅર્સને પૂરો પાડી રહી છે. હવે જ્યારે વ્યાજ દરો ઘટી રહ્યા છે ત્યારે આ પગલું લાભકારક સાબિત થશે. જોકે લાંબા ગાળે પણ હોમ લોન બોરોઅર્સ માટે લાભકારક રહેશે એમ એક નિષ્ણાતે જણાવ્યું હતું.