LONDON, ENGLAND - JUNE 09: Shikhar Dhawan of India celebrates his half century during the Group Stage match of the ICC Cricket World Cup 2019 between India and Australia at The Oval on June 9, 2019 in London, England. (Photo by Henry Browne/Getty Images)

ભારતીય ક્રિકેટ ટીમને એક મોટો ફટકો પડ્યો છે. વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેના મુકાબલામાં મેચ વિનિંગ સદી નોંધાનારો ઓપનર શિખર ધવન ઈજાગ્રસ્ત થયો છે અને તે ત્રણ સપ્તાહ સુધી રમી શકશે નહીં. રવિવારે ઓવલમાં વર્તમાન ચેમ્પિયન ટીમ સામે રમતા ધવનના ડાબા અંગૂઠમાં ઈજા થઈ હતી. જેના કારણે તે ફિલ્ડિંગમાં આવી શક્યો ન હતો.
ધવને ઓસ્ટ્રેલિયા સામે 117 રનની ઈનિંગ્સ રમી હતી. મેચ દરમિયાન તેના ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. સોમવારે તેનો સ્કેન કરવામાં આવ્યો હતો અને તેમાં જણાવા મળ્યું છે કે તેના અંગૂઠામાં ફ્રેક્ચર છે. જેથી તે હવે ત્રણ સપ્તાહ સુધી રમી શકશે નહીં.
ભારતને હવે 13 જૂને ન્યૂઝીલેન્ડ સામે રમવાનું છે અને ત્યારબાદ 16 જૂન રવિવારે વિરાટ કોહલીની ટીમનો સામનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. શિખર ધવન આઈસીસી ટુર્નામેન્ટમાં ભારતનો સફળ ખેલાડી રહ્યો છે. 2015ના વર્લ્ડ કપમાં ધવને બે સદી નોંધાવી હતી.
ધવનની ગેરહાજરીમાં લોકેશ રાહુલ રોહિત શર્મા સાથે ઓપનિંગમાં આવે તેવી શક્યતા છે. જેના કારણે મિડલ ઓર્ડરમાં વિજય શંકર કે દિનેશ કાર્તિકને તક મળી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધવનના વિકલ્પ તરીકે શ્રેયસ ઐય્યર કે પછી રિષભ પંતને વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરી શકાય છે.