ભારતીય ક્રિકેટ ટીમની ૨૦૧૭-૧૮ની ક્રિકેટ સિઝનની પુરી થઇ છે. આઈપીએલ 27મી મેએ પુરી થશે. તેમાં કુલ 60 મેચ રમાશે.
એ પછી અન્ય ટીમો સાથેની ઈન્ટરનેશનલ સીરીઝમાં મળી 12 ટેસ્ટ મેચ, 30 વન-ડે અને 21 ટી-20, એમ કુલ 63 ઈન્ટરનેશનલ મેચ ભારતીય ટીમ રમવાની છે. આગામી એક વર્ષના કાર્યક્રમની એક સંક્ષિપ્ત ઝલક જોઈએ તો 14 જુનથી અફઘાનિસ્તાન સામે એકમાત્ર ટેસ્ટ રમાશે. બાકીનો કાર્યક્રમ આ મુજબ છે.
ઇંગ્લેન્ડનો પ્રવાસ: ૩ જુલાઇથી ૭ સપ્ટેમ્બર
ભારતીય ટીમ આયર્લેન્ડ સામે ૨૭, ૨૯ જૂનના બે ટી-૨૦ રમશે. ઇંગ્લેન્ડના પ્રવાસ અગાઉ આ બંને ટી-૨૦ ભારત માટે વોર્મ અપ સમાન બની રહેશે. ભારત ૩ જુલાઇથી ૭ સપ્ટેમ્બર સુધીમાં ત્રણ ટી-૨૦, ત્રણ વન-ડે અને પાંચ ટેસ્ટની શ્રેણી ઈંગ્લેન્ડમાં રમશે.
સપ્ટેમ્બરમાં ભારતમાં એશિયા કપ: ઇંગ્લેન્ડ પ્રવાસના એક સપ્તાહ પછી એશિયા કપ વન-ડે યોજાશે. તે ભારતમાં રમાવાની છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગલાદેશ, અફઘાનિસ્તાન અને ક્વોલિફાયર વચ્ચે મુકાબલો થશે.
ઓક્ટોબર-નવેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત પ્રવાસે:  વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ ટીમ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત પ્રવાસે જશે, જેમાં બે ટેસ્ટ, પાંચ વન-ડે અને ૩ ટી-૨૦ રમાશે.
નવેમ્બર-ડીસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ: ભારત નવેમ્બર-ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ત્યાં ચાર ટેસ્ટ, ૩ વન-ડે અને ૩ ટી-૨૦ની શ્રેણી રમશે.
જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ભારતનો ન્યૂઝિલેન્ડ પ્રવાસ: ઓસ્ટ્રેલિયાથી ભારતીય ટીમ સીધા જ ન્યૂઝીલેન્ડ જશે. ત્યાં ભારત પાંચ વન-ડે અને પાંચ ટી-૨૦ રમશે.
ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસેઃ ઓસ્ટ્રેલિયાની ટીમ ફેબ્રુઆરી-માર્ચમાં ભારતના પ્રવાસે જશે. એ સિરિઝમાં પાંચ વન-ડે, બે ટી-૨૦ રમશે.