ભારતે એક સાથે આઠ ઉપગ્રહ અવકાશમાં મૂકી ઇતિહાસ રચ્યો

0
1741

સોમવાર 26 સપ્ટેમ્બરે ઈસરોએ અંતરિક્ષ ક્ષેત્રે ઈતિહાસ રચ્યો હતો. શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી પોલર સેટેલાઈટ લોન્ચ વેહિકલ(PSLV) રોકેટ લૉન્ચ કરવામાં આવ્યુ. ઈસરોના આ નવા મિશનથી સમુદ્ર અને હવામાન અંગેની માહિતી મેળવી શકાશે. PSLV ઉપગ્રહોને બે જુદાજુદા વિભાગોમાં સ્થાપિત કરશે. આમાં મુંબઈની ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (IIT)ના વિદ્યાર્થીઓએ આઠ વર્ષની મહેનતથી બનાવેલું સેટેલાઈટ પણ શામેલ છે. ઈસરોનું આ સૌથી મોટું લોન્ચિંગ મિશન કહેવાય છે. અંતરિક્ષ ક્ષેત્રે ભારતની આ સૌથી મોટી ઉડાન છે. PSLVએ 8 ઉપગ્રહ સાથે ઉડાન ભરી છે. આ રોકેટ પર 3 ભારતીય અને 5 વિદેશી ઉપગ્રહો સવાર છે. PSLV-C35 પોતાની સાથે 371 કિલોગ્રામ વજનના સ્કૈટસેટ-1 અને સાત અન્ય ઉપગ્રહોને સાથે લઈ ગયુ છે. જેમાં અમેરિકા અને કેનેડાના પણ ઉપગ્રહો છે. ઇસરોના એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હવામાન અને સમુદ્ર અંગેની માહિતી આ સેટેલાઇટ દ્વારા મળતી રહેશે. સવારે ૯.૧૨ કલાકે શ્રીહરીકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર (એસએચએઆર) પરથી પીએસએલવી-સી૩૫ લોંચ કરાયો હતો. ભારતની હવામાન માટેના સેટેલાઇટ એસસીએટીએસએટી-૧ અને અન્ય સાત સેટેલાઇટ્સને પણ સાથે લઈ જવાયા છે. અલ્જિરીયાના ત્રણ ઉપગ્રહો અને અમેરિકા અને કેનેડાના એક એક ઉપગ્રહો પણ ઈસરોએ અવકાશમાં ફરતા મૂક્યા છે. એસસીએટીએસએટી-૧ને પહેલા ૭૩૦ કિલોમીટર વાળા પોલાર સનસિન્ક્રોનસ ઓર્બિટમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતુ. જ્યારે બાકીના સેટેલાઇટ બે કલાક બાદ ૬૮૯ કિલોમીટરવાળા એક નીચલી કક્ષામાં સ્થાપિત કરાયા હતાં. ઉપરાંત નેનો સેટેલાઈટ પ્રોજેક્ટ પાછળ રૂ. ૧.૫ કરોડનો ખર્ચ કરાયો છે.

પીએસએલવી-સી૩૫ સાથે મોકલેલા અન્ય પાંચ વિદેશી સેટેલાઈટમાં અલ્જિરિયાના ત્રણ સેટેલાઈટનો સમાવેશ થાય છે, જેમનાં નામ અલસેટ-૧બી, અલસેટ-૨બી અને અલસેટ-૧એન છે. કેનેડાનો એનએલએસ-૧૯ અને અમેરિકાનો એક પાથ ફાઈન્ડર ઉપગ્રહ સામેલ છે. આ અગાઉ ઈસરોએ ૨૦ સેટેલાઈટ એકસાથે લોન્ચ કરીને પોતાનો રેકોર્ડ તોડ્યો હતો. જે ૨૦ દેશોએ ઈસરો દ્વારા પોતાના સેટેલાઈટ અવકાશમાં મુકાવ્યા છે તેમાં અલ્જિરિયા, આર્જેન્ટિના, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, કેનેડા, ડેન્માર્ક, ફ્રાન્સ, જર્મની, ઈન્ડોનેશિયા, ઈઝરાયલ, ઈટાલી, જાપાન, લક્ઝમ્બર્ગ, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા, સિંગાપોર, સ્વિટ્ઝર્લેન્ડ, તુર્કી, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

eighteen + eleven =