પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત થયાં બાદ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે તેમની પત્ની પણ અમદાવાદ આવી પહોચ્યાં હતાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીનો તેમનો રોડ શો શરૂ થયો હતો. અહીં રોડ શો દરમિયાન માર્ગો પર વિવિધ રાજ્યની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરતાં ડાન્સ કલાકારો રજૂ કરી રહ્યા છે.શિન્ઝો આબે અને તેમની પત્નીનું સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સેનાના ત્રણેય પાંખો દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના સભ્યો સાથે મોદીએ મુલાકાત કરાવી હતી. શિન્ઝો આબે અને તેમની પત્નીએ રોડ શોમાં ભારતીય પરિધાનમાં જોવા મળ્યાં હતાં.

LEAVE A REPLY