શ્રીલંકા  ધનંજય ડી સિલ્વાની ત્રીજી સદીની મદદથી ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચ ડ્રો કરવામાં સફળ રહ્યું છે. ટેસ્ટના પાંચમા દિવસે ભારતને જીત માટે 7 વિકેટની જરૂર હતી પણ ભારતીય બોલર્સ તે ઝડપવામાં નિષ્ફળ રહ્યાં હતા. બીજી તરફ શ્રીલંકન બેટ્સમેનોએ લડાયક પ્રદર્શન કરીને મેચને બચાવી લીધી હતી. છેલ્લા દિવસે શ્રીલંકાએ માત્ર 2 વિકેટ ગુમાવી હતી અને 90 ઓવર્સ પીચ પર સફળતાપૂર્વક વિતાવીને ટેસ્ટને ડ્રો કરી હતી. આ સાથે ભારતે 1-0થી સીરીઝ જીતી લીધી છે.  ચોથા દિવસે જ્યારે શ્રીલંકાએ માત્ર 31 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે લાગતું હતું કે, ભારત ચોક્કસપણે આ મેચને જીતી લેશે પણ ધનંજયા ડિ સિલ્વાના 119 અને રોશન સિલ્વાના લડાયક 74 રનની મદદથી શ્રીલંકા ટેસ્ટને ડ્રો તરફ ખેંચી ગયું, પાંચમા દિવસે ભારતીય બોલર્સનું પ્રદર્શન કંગાળ રહ્યું અને તે આખા દિવસમાં માત્ર બે જ વિકેટ ઝડપી શક્યા