અટલ બિહારી વાજપાયીના નિધનથી ભારતીય રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે. ભારતીય જનતા પક્ષને લોકસભામાં માત્ર બે સભ્યોના પક્ષમાંથી હાલની સ્થિતિએ લઇ જવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

25 ડિસેમ્બર 1924માં મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં અટલ બિહારી વાજપાયીનો જન્મ થયો હતો. અટલજીના પિતા કૃષ્ણ બિહારી વાજપેયી અને મા કૃષ્ણા દેવી હતા. વાજપાયીનો સાંસદીય અનુભવ પાંચ દશક કરતાં પણ વધુનો રહ્યો છે.

અટલ બિહારી વાજપાયી 1951માં ભારતીય રાજકારણનો હિસ્સો બન્યા હતા. તેમણે 1955માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ તેઓ હારી ગયા હતા. ત્યારપછી 1957માં તેઓ સાંસદ બન્યા હતા. તઅટલજી કુલ 10 વાર લોકસભાનાસાંસદ બન્યા છે. જ્યારે બે વાર 1962 અને 1986માં રાજ્યસભાના સાંસદ પણ રહ્યા છે. આ દરમિયાન અટલજીએ ઉત્તરપ્રદેશ, નવી દિલ્હી અને મધ્ય પ્રદેશ લોકસભાની ચૂંટણી લડી હતી અને તેઓ જીત્યા હતા. ત્યારે તેઓ ગુજરાતથી રાજ્યસભાપહોંચ્યા હતા.

અટલજીની ભાષણ કલા, મનમોહક સ્મિત અને લેખન-વિચારધારા પ્રત્યે નિષ્ઠા જાણીતા હતા.  નક્કર નિર્ણય લેવા માટે પ્રખ્યાત વાજપાયીને ભારત-પાકિસ્તાનના મતભેદો દૂર કરવાની દિશામાં અસરકારક પહેલ કરવાનું માન જાય છે. આ જપગલાંઓના કારણે તેઓ ભાજપના રાષ્ટ્રવાદી રાજકીય એજન્ડાથી વધીને એક નેશનલ નેતા તરીકે જાણીતા બન્યા.

કોંગ્રેસ સિવાયના અન્ય કોઈ પાર્ટીના દેશના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાનપદે રહેનાર વાજપાયીને ભાજપનો ઉદારવાદી ચહેરો માનવામાં આવે છે.

વર્ષ 199માં વાજપાયીએ પાકિસ્તાનની મુલાકાત કરી હતી ત્યારે અમુક તેમના જ નેતાઓએ તેમની ટીકા પણ કરી હતી. જોકે તેઓ બસમાં બેસીને લાહોર ગયા હતા. વાજપાયીની આ રાજકીય સફળતાને ભારત-પાકિસ્તાન સંબંધોમાં એક નવાયુગની શરૂઆત માનવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન પાકિસ્તાનીસેનાએ ગુપચુપ અભિયાન દ્વારા તેમના સૈનિકોની કારગીલમાં ઘુસણખોરી કરાવી હતી અને તે દરમિયાન થયેલા સંઘર્ષમાં પાકિસ્તાનની હાર થઈ હતી.

 ચાર દશકા સુધી વિપક્ષમાં રહેનાર વાજપાયી 1996માં પહેલીવાર વડાપ્રધાન બન્યા હતા. પરંતુ સંખ્યાબળ ન હોવાના કારણે તેમની સરકાર માત્ર 13 દિવસમાં જ પડી ગઈ હતી. તે પછી ફરી એક વાર તેમની સરકાર બની પરંતુ સંખ્યાબળ ન હોવાનાકારણે 13 મહિના પછી 1999ની શરૂઆતમાં તેમના નેતૃત્વવાળી સરકાર પડી ગઈ હતી. અન્નાદ્રમુકના પ્રમુખ જયલલિતા દ્વારા કેન્દ્રમાં ભાજપની આગેવાની વાળી સરકારથી સમર્થન પાછું ખેંચી લેવાના કારણે અટલજીની સરકાર ધરાશાયી થઈ ગઈહતી. પરંતુ 1999ની ચૂંટણીમાં ફરી તેમણે સ્થીર સરકાર બનાવી અને આ વખતે પાંચ વર્ષ સુધી શાસન કર્યું હતું.

11 અને 13 મેના રોજ પોખરણમાં પાંચ ભૂમિગત પરમાણુ વિસ્ફોટ કરીને અટલ બિહારી વાજપાયીએ સૌને આંચકો આપ્યો હતો. આ ભારતનું બીજુ પરીક્ષણ હતું. આ પહેલાં 1974માં પોખરણમાં પહેલુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દુનિયાના ઘણાંસંપન્ન દેશોના વિરોધ છતાં અટલજીએ આ પરીક્ષણ કર્યું હતું. ત્યારપછી અમેરિકા, કેનેડા,જાપાન અને યુરોપિયન યુનિયન સહિત ઘણાં દેશોએ ભારત પર ઘણાં પ્રકારના પ્રતિબંધ લગાવી દીધા હતા. પોખરણ પરીક્ષણ અટલજીના સૌથી મોટાનિર્ણયોમાંથી એક છે.

1977માં મોરારજી દેસાઈની સરકારમાં અટલજી વિદેશ મંત્રી હતા. તેઓ પહેલાં બિન કોંગ્રેસી વિદેશ મંત્રી હતા. આ દરમિયાન તેમણે યુનાઈટેડ નેશનમાં હિન્દીમાં ભાષણ આપ્યું હતું અને સમગ્ર દુનિયામાં હિન્દીની ઓળખ કરાવીન હતી. હિન્દીમાંભાષણ આપનાર અટલજી ભારતના પહેલાં વિદેશ મંત્રી હતા.

અટલબિહારી વાજપાયીની રાજકીય સફર

– ત્રણ વખત દેશના વડાપ્રધાન બન્યા
– ૧૦ વખત સંસદસભ્ય તરીકે ચૂંટાયા
– બે વાર રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા
– ભારતીય જનસંઘ, જનતા પાર્ટી અને ભાજપ એમ ત્રણ પક્ષોના સ્થાપક સભ્ય તરીકે પાયાની ભૂમિકા અદા કરી.
૧૯૫૧ : સ્થાપક સભ્ય- ભારતીય જનસંઘ સંઘ.
૧૯૫૭-૬૨ : દ્વિતીય લોકસભામાં પહેલીવાર સંસદ તરીકે ચૂંટાયા.
૧૯૫૭-૭૭ : નેતા, ભારતીય જનસંઘ પાર્લમન્ટરી પાર્ટી.
૧૯૬૨ : રાજ્યસભાના સાંસદ બન્યા.
૧૯૬૬-૬૭ : ચેરમેન, કમિટી ઓન ગર્વમેન્ટ એસ્યોરન્સ
૧૯૬૭ : ચોથી લોકસભામાં બીજી વખત સાંસદ બન્યા.
૧૯૬૭-૭૦ : ચેરમેન, પબ્લિક એકાઉન્ટ કમિટી
૧૯૬૮-૭૩ : અધ્યક્ષ, ભારતીય જન સંઘ
૧૯૭૧ : પાંચમી લોકસભામાં ચૂંટાયા(ત્રીજી વખત સંસદ તરીકે )
૧૯૭૭ : છઠ્ઠી લોકસભામાં ચૂંટાયા(ચોથી વખત સંસદ બન્યા)
૧૯૭૭-૭૯ : દેશના કેબિનેટ વિદેશપ્રધાન બન્યા.
૧૯૭૭-૮૦ : સ્થાપક સભ્ય, જનતા પાર્ટી
૧૯૮૦ : સાતમી લોકસભામાં ચૂંટાયા (પાંચમી વખત સાંસદ બન્યા)
૧૯૮૦-૮૬ : અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી(ભાજપ)
૧૯૮૦-૮૪, ૧૯૮૬ અને ૧૯૯૩-૯૬ : નેતા, ભાજપ પાર્લામેન્ટરી પાર્ટી
૧૯૮૬ : સભ્ય, રાજ્યસભા
૧૯૮૮-૮૯ : સભ્ય, જનરલ પર્પઝ કમિટી
૧૯૮૮-૮૯ : સભ્ય, હાઉસ કમિટી અને સભ્ય, બિઝનેસ એડવાઈઝરી કમિટી
૧૯૯૦-૯૧ : ચેરમેન, કમિટી ઓન પીટીશન્સ
૧૯૯૧ : દસમી લોકસભામાં ચૂંટાયા ( સાંસદ તરીતે છઠ્ઠી ટર્મ)
૧૯૯૧-૯૩ : ચેરમેન, પબ્લિક અકાઉન્ટ કમિટી, લોકસભા.
૧૯૯૩-૯૬ : ચેરમેન, કમિટી ઓન એક્સ્ટર્નલ એફેઈર્સ
૧૯૯૩-૯૬ : વિપક્ષ નેતા, લોકસભા

૧૯૯૬ : ૧૧મી લોકસભામાં ચૂંટાયા ( સંસદ તરીકે ૭મી વખત)
૧૬ મે ૧૯૯૬ થી ૩૧ મે ૧૯૯૬ : પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા( ઈન્ચાર્જ અન્ય વિષયો. પણ કોઈને કેબિનેટ મિનિસ્ટરીની ફાળવણી કરી શક્યા નહીં.) બનાવ્યા નહીં.)
૧૯૬-૯૭ : વિપક્ષી નેતા, લોકસભા
૧૯૯૭-૯૮ : ચેરમેન, કમિટી ઓન એક્સ્ટર્નલ અફેઈર્સ
૧૯૯૮ : ૧૨મી લોકસભામાં ચૂંટાયા ( સંસદ તરીકે ૮મી વખત)
૧૯૯૮-૯૯ : બીજી વખત દેશના વડાપ્રધાન બન્યા
૧૯૯૯ : તેરમી લોકસભામાં ચૂંટાયા ( સંસદ તરીકે નવમી વખત) અને લોકસભામાં ભાજપ પાર્લામેન્ટરી પાર્ટીના નેતા બન્યા.
૧૩ ઓક્ટોબર ૧૯૯૯ થી મે-૨૦૦૪ : ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા.
૨૦૦૪ : ચૌદમી લોકસભામાં ચૂંટાયા ( સંસદ તરીકે ૧૦મી વખત) અને એનડીએના ચેરમેન બન્યા.