ભારત સરકારે ગુરુવારે, 4 એપ્રિલે 1,100 કરોડ રૂપિયાની કિંમતના વિપ્રોના એનેમી શેર(શત્રુ સંપત્તિ)નું વેચાણ કર્યું હતું. આ એનિમી શેર કેન્દ્રીય મંત્રાલયની પાસે એનિમી પ્રોપર્ટી ઓફ ઇન્ડિયા હેઠળ પડ્યા હતા. સરકાર દ્વારા આ શેરનું વેચાણ પ્રથમ વાર કરાયું છે. આ શેર પાકિસ્તાની નાગરિકો સાથે સંબંધિત છે જેને એનિમી પોપર્ટી એક્ટ હેઠળ જપ્ત કરાયા હતા. આ સંપત્તિઓને 1960ના બાદ ચીન અને પાકિસ્તાનની સાથે થયેલા યુદ્ધ બાદ જપ્ત કરવામાં આવ્યા હતા.
સીઇપીઆઇએ અઝીમ પ્રેમજીની માલિકી વાળી કંપનીના 258 રૂપિયા પ્રતિ શેર પ્રમાણે 4.3 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. આમાં મોટા ભાગના શેર(રૂ. 3.9 કરોડ) એલઆઇસીએ ખરીદ્યા હતા. સીઇપીઆઇની પાસે આવા રૂ. 3,000 કરોડના શેર અને 1 લોખ કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનો અંદાજ છે.
એનિમી પ્રોપર્ટી એક્ટમાં 2017માં કરાયેલા ફેરફાર મુજબ નક્કી કરાયું હતું કે, જે લોકો ભાગલા સમયે પાકિસ્તાન અથવા ચીન જતા રહ્યા હતા તેમની જે સંપત્તિ દેશમાં રહી ગઇ તેના પર તેમનો કોઇ હક રહેશે નહી. આને કારણે જ સરકાર વિપ્રોના શેર વેચી શકી છે.
સુપ્રીમ કોર્ટે 2005માં આ એક્ટમાં ફેરફાર કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, આવી સંપત્તિ માટે પ્રશાસન માત્ર સંરક્ષક છે અને તેમની અસલી માલિકી તેના માલિક પાસે જ રહેશે. કોર્ટે જણાવ્યું હતું કે, એનિમી પ્રોપર્ટીના માલિકની મૃત્યુ બાદ, સંપત્તિ તેના વારસદારને સોંપવામાં આવશે. ગયા નવેમ્બરમાં એનિમી શેરને વેચવા માટે વ્યવસ્થા અને પ્રક્રિયાને મંજૂરી અપાઇ હતી.