ભારતમાં કોઈપણ સમયે મંદી આવી શકે તેવા અણસાર દેખાતા વડાપ્રધાન મોદીએ નાણાંમંત્રી નિર્મલા સિતારમણ સાથે એક બેઠક યોજી હતી. ગ્રાહકો અને વપરાશકારોની વધી રહેલી માંગની તુલનાએ મૂડીરોકણમાં ઘટાડો નોંધાયો છે. રિઝર્વ બેંકે 2019ના એપ્રિલ- જૂનના ત્રિમાસિક ઇન્ડસ્ટ્રીયલ આઉટલૂકના કરેલા સર્વેમાં 1231 નાનીમોટી મેન્યુફેક્ચરીંગ કંપનીઓ જોડાઇ હતી. એમાં એવી માહિતી મળી હતી કે દેશની સાડા એકત્રીસ કંપનીઓ પોતાને મળનારા ઓર્ડરમાં વધારો થવાની અપેક્ષા રાખે છે પરંતુ વીતેલા દાયકાની તુલનાએ આ અપેક્ષા સૌથી ઓછી જણાઇ હતી. નવાં સાહસો આવતાં નથી. સ્ટેટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન મંત્ર્યાલયે જણાવ્યા મુજબ દેશમાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપથી ચાલી રહેલા 65 પ્રોજેક્ટ્સમાં 37 પ્રોજેક્ટસ નક્કી કરેલી સમયમર્યાદા કરતાં ખાસ્સા મોડા ચાલી રહ્યા હતા.