મધ્ય પ્રદેશમાંથી ભારતીય ગુપ્તચર ખાતાએ બદનામ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI ના પાંચ એજન્ટ પકડાયા હોવાનું પોલીસ વડાએ કહ્યું હતું. મધ્ય પ્રદેશ પોલીસના પ્રવક્તા આશુતોષ પ્રતાપ સિંઘે મિડિયા સાથે વાત કરતાં એવી માહિતી આપી હતી કે ત્રણ જણની ધરપકડ સતના પોલીસે કરી હતી અને બીજા બે પોલીસના કબજામાં હતા. તેમની પૂછપછ દરમિયાન મળેલી માહિતીના આધારે બાકીના ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. આ પાંચે જણ પાસેથી પાકિસ્તાનના કુલ 17 ટેલિફોન નંબર મળ્યા હતા. આ નંબર કોના છે એની તપાસ ચાલુ હતી. ઉપરાંત આ લોકો ટેરર ફંડિંગ તથા યુવાનોની ભરતીના કામમાં પણ સંડોવાયા છે એવી પોલીસને બાતમી મળી હતી. ઇન્ડિયન પીનલ કૉડની 123મી કલમ હેઠળ આ લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ લોકોએ એટીએમ કાર્ડ દ્વારા પાકિસ્તાની એજન્ટોને પૈસા મોકલ્યા હતા. પાંચે જણ દેશ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ હતા.