મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રયાસોમાં રોડા નાંખી રહેલા ચીનને અમેરિકા, ફ્રાંસ અને બ્રિટને ફી એક વખત અલ્ટીમેટમ આપ્યુ છે. આ ત્રણે દેશો મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માંગે છે.યુએનની સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિ આવનારા દિવસોમાં ફરી વખત અઝહર મસૂદ માટે પ્રસ્તાવ લાવી શકે છે.એક તરફ આ માટે ચીન સાથે વાતચીત ચાલી રહી છે ત્યારે પશ્ચિમી દેશોના એક ડિપ્લોમેટનુ કહેવુ છેકે, ચીને જે વાંધો ઉઠાવ્યો છે તેને પાછો ખેંચવા માટે 23 એપ્રિલ સુધીનો સમય અપાયો છે.
પરિષદમાં પ્રતિબંધનો પ્રસ્તાવ મુકાતા પહેલા પંદર દેશોના બીનઔપચારિક રીતે પ્રસ્તાવ મોકલી અપાયો છે. જોકે ચીન પોતાના વલણમાં ફેરફાર કરશે તેવા કોઈ સંકેત હજી સુધી તો મળ્યા નથી. જો મસૂદ અઝહર ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરાશે તો તેની વિદેશ યાત્રાઓ પર પ્રતિબંધ મુકાશે અને તેની સાથે સાથે તેની વિદેશમાં રહેતી સંપત્તિ પણ જપ્ત કરાશે. પુલવામા હુમલા બાદ ભારતના કહેવા પર સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહર સામે પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.જોકે ચીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને આ પ્રસ્તાવ પાસ થવા દીધો નહોતો.