મહંતસ્વામી બીમાર થતાં હરિભક્તોમાં ચિંતા, પ્રાર્થના કરવા સંતોનો અનુરોધ

0
1275

બીએપીએસના નવા આધ્યાત્મિક વડા પૂજ્ય મહંતસ્વામી મહારાજની તબીયત ફરીવાર નાદૂરસ્ત થતા લાખો હરિભક્તોમાં ચિંતાનું મોજૂં ફરી વળ્યું હતું. ડોક્ટરોની ટીમ દ્વારા તેમને ફક્ત આરામ કરવા માટે જ જણાવાયું છે. આ તરફ બીએપીએસના વરિષ્ઠ સંતો દ્વારા પૂજ્યશ્રીના સારા સ્વાસ્થ્ય માટે હરિભક્તોને પ્રાર્થના કરવા માટે જણાવ્યું છે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અક્ષરવાસ બાદ બીએપીએસના નવા આધ્યાત્મિક વડા પૂજ્ય મહંતસ્વામી મહારાજની તબીયત ફરીવાર નાદૂરસ્ત થતા લાખો હરિભક્તોમાં ચિંતાનું મોજૂં ફરી વળ્યું હતું. તેઓ ગુરુવારથી શહેરમાં પધારવાના હતા જોકે, ફરીવાર તબિયત ખરાબ થતા તેઓનો કાર્યક્રમ રદ થયો હતો. ડોક્ટરોની ટીમ દ્વારા તેમને ફક્ત આરામ કરવા માટે જ જણાવાયું છે. આ તરફ બીએપીએસના વરિષ્ઠ સંતો દ્વારા પૂજ્યશ્રીના સારા સ્વાસ્થ્ય માટે તમામ હરિભક્તોને પ્રાર્થના કરવા માટે જણાવ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ, એપ્રિલના અંતમાં બીએપીએસના આધ્યાત્મિક વડા પૂજ્ય મહંતસ્વામી મહારાજ શહેરમાં પધારવાના હતા તેઓ કોલકત્તા ખાતે વિચરણ કરી રહ્યા હતા અને ત્યાથી સીધા સુરત આવવાના હતા પણ પૂજ્યશ્રીને ડાયેરીયા થતાં તેઓને અમદાવાદ બીએપીએસના મુખ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં અઠવાડીયાની ટ્રીટમેન્ટ બાદ તેમની તબિયત સારી હતી. આ અંગે બીએપીએસના વરિષ્ઠ સંતોએ પણ પૂજ્યશ્રીના સારા સ્વાસ્થ્ય માટે સુરત સહિત દુનિયાભરના લાખો હરિભક્તોને પ્રાર્થના કરવા માટે જણાવ્યું હતું. પૂજ્ય મહંતસ્વામીની તબિયત ફરી સારી થતાં તેમના સુરત વિચરણનું ફરિવાર આયોજન કરવામાં આવ્યું હતું પણ અમદાવાદ ખાતે જ તેમની તબિયત ફરીવાર બગડી હતી.
આ વખતે ડૉક્ટરો દ્વારા નિદાન કરવામાં આવતાં પૂજ્ય મહંતસ્વામી મહારાજને ડિહાઇડ્રેશન થયું હતું અને તેમા ફક્ત આરામ કરવાની જ સલાહ આપઇ હતી. સુરતનો કાર્યક્રમ કરવા પૂજ્ય મહંતસ્વામી કટીબદ્ધ હતા પણ જ્યારે સુરતના હરિભક્તો તેમજ સંતોને આ પૂજ્યશ્રીની નાદુરસ્ત તબિયત વિશે જાણવા મળ્યું તો તેમણે સામેથી પૂજ્ય મહંતસ્વામીને પ્રાર્થના કરી અને કાર્યક્રમ રદ કરવા માટે જણાવ્યું હતું. જ્યારે હરિભક્તો તેમજ સંતોએ પૂજ્યશ્રીના સારા સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના પણ બીએપીએસ મંદિરમાં ચાલુ થઇ ચુકી છે. 10 દિવસના નજીવા ગાળામાં પૂજ્ય મહંતસ્વામી મહારાજની તબિયત ફરિવાર નાદુરસ્ત થતા લાખો હરિભક્તોમાં ચિંતાનું મોજૂં ફરી વળ્યું હતું. હાલ અમદાવાદ ખાતે પૂજ્ય મહંતસ્વામીના દર્શન-વંદન સહિતના કાર્યક્રમ બંધ રખાયા છે.આ વખતે ડૉક્ટરો દ્વારા નિદાન કરવામાં આવતાં પૂજ્ય મહંતસ્વામી મહારાજને ડિહાઇડ્રેશન થયું હતું અને તેમા ફક્ત આરામ કરવાની જ સલાહ અપાઇ હતી. જેથી સંતોએ તમામ ભકતોને મહંત સ્વામીના સ્વાસ્થય માટે પ્રાર્થના કરવા જણાવ્યું હતું. સાથે તમામ કાર્યક્રમો હાલમાં રદ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

fourteen − one =