ઘણા લોકો ભાગદોડભરી જીંદગીમાં યોગ માટે સમય જ ક્યાં છે? તેવો પ્રશ્ન કરતા હોય છે. સવારે છ વાગે ઉઠો, અોફિસે જવાની તૈયારી કરો, ભાગદોડ કરતા અોફિસે પહોંચો, અોફિસમાં કામ કરી થાક્યા પાક્યા ઘેર પાછા ફરો બાાળકો સાથે થોડી ગમ્મત કરો, ખાઅો અને પથારી ભેગા થઇ જાઅો, આટલો વ્યસ્ત દિવસ છે ત્યારે યોગ માટે સમય કેવી રીતે કાઢવો? તેવો પ્રશ્ન થાય ત્યારે કહેવાનું કે તમારી પાસે ટોળટપ્પા કે વાતો કરવા કામ કરવા, ગપ્પાબાજી તથા બીજી બધી ઘણી પ્રવૃત્તિ કરવાનો સમય છે. પરંતુ તમારી પોતાની કાળજી લેવાનો સમય નથી.
તમારામાં આવો અભિગમ એટલા માટે આવતો હોય છે કે તમે બધો જ સમય પારકાની પીડા વ્હોરનાર બનીને ફરતા હો છો. તમારી પાસે તમારા માટે સમય જ નથી. હું મારી જાતને બીજા માટે જ અર્પણ કરૂં છું. તમે આપો છો તે શું છે? તમારો આક્રોશ ચિંતા, વિરોધ તમારા બાળકોમાં ઠલવાતો હોય છે. જો તમે સાચા અર્થમાં તમારા બાળકો માટે ચિંત કરતા હો તો તમારે રોજે રોજના ધોરણે બાળકોના વિકાસ માટે આનંદ અને પ્રેમાળ વાતાવરણ સર્જવું રહ્યું અને આ સ્થિતિ જ મહત્વની છે.
જીંદગી પરત્વેનું તમારું ધ્યાન કેવું છે? જો તમે તમારા કામ, બાળકો અને અન્ય બધી જ બાબતોનું ધ્યાન રાખી શકતા હો તો તમે તેમ કરો પરંતુ જો તમે તેમ ના કરી શકતા હો તો તમારાથી થાય તેટલું કામ કરો દરેક વ્યક્તિએ પોતે કેટલું કામ કરી શકશે તે જાતે નક્કી કરવાનું છે. કોઇ વ્યક્તિ સવારે છ વાગતામાં ઉઠીને બધા જ કામો આનંદપૂર્વક કરી શકે છે. અન્ય કોઇ તેમ ના પણ કરી શકે તેવા સંજોગોમાં તેણે તેની જીંદગી સાથે બંધબેસતી અને સાનુકૂળ વ્યવસ્થા ગોઠવીને જીવવું રહ્યું.
સૌથી મોટી મુશ્કેલી તે છે કે લોકો બીજા જેવા થવાની મથામણ કરે છે, બીજા શું કરે છે કે બીજા પાસે શું છે તેમાં ધ્યાન રાખી પોતે પણ તેમ કરવા મથે છે. તમને તે જ ખબર નથી તમારે કોઇ ચીજ કે બાબત જોઇએ છે કે નહીં ઘણું બધું કામ કરી, ઘણી બધી કમાણી બાળકો પતિ પત્નિ કે અન્ય બધી બાબતે જો તમે આનંદ ઉઠાવી ના શકતા હો તો તમારે આ બધાની જરૂર શું છે?
આ બધી બાબતો તમે જ ઉભી કરેલી છે કારણ કે તમે તેને તમારા આનંદનો સ્ત્રોત માનો છો પરંતુ હાલત તે થઇને ઉભી છે કે આ બધી જ બાબતો તમારી ચિંતા અને તકલીફોનું કારણ બની ચૂકી છે. અને ત્યારે તમને નથી લાગતું કે તમારે તમારી જીંદગીના મૂળભૂતો તરફ ફરીવાર નજર માંડવી જોઇએ? તમે ભણી રહ્યા, નોકરી મળી, લગ્ન કર્યા, બાળકો થયા, તમે આ બધું કર્યું પણ શા માટે ? કારણ કે આ બધું જ તમારા આનંદ અને ઉધ્ધાર માટે છે તેમ તમે માનો છો પરંતુ સાચું તે છે કે આ બધુ તમારી જીંદગીનો ભોગ લઇ રહેલ છે અને જો તેમ હોય તો તમારે તે તરફ ધ્યાન આપવાની જરૂર છે. જો તમે આ બધુ જ કરવા અને તેને વધારવા સક્ષ્મ હો તો તમારે તેમ કરવું રહ્યું પરુંત જો તમે તેમ ના કરી શકતા હો તો તમારે તમારી આ કામગીરીમાં ઘટાડો કરવો જ રહ્યો.
જો તમે દિવસમાં 30 મિનિટ પણ યોગ માટે ફાળવી શકો છો તો તમે તમારી ક્ષમતા વધારો જ છો અને તેનાથી તમને તમારા સમયની સાથોસાથ ઘણું બધું પ્રાપ્ત થવાનું છે. સૌથી પહેલા જે થવાનું છે તે તમારી ઊંઘ ઘટવાની છે હાલમાં જો તમે રોજ આઠ કલાક ઊંઘતા હો તો તમે તમારી જીંદગીનો ત્રીજા ભાગનો સમય ઊંઘવામાં કાઢી રહ્યા છો જો તમારા શરીર અને મગજને વધુ ઉર્જા સ્ફુર્તિ અને સક્રિયતા સાંપડશે તો તમારી ઊંઘ સ્વભાવિક પણે ઘટશે. જાગૃત અવસ્થામાં આવા ત્રણ ચાર કલાક મળતા હોય તો તે ઘણો મોટો લાભ કહેવાય.
આ ઉપરાંત યોગની સીધી સાદી પ્રક્રિયાથી તમારું શરીર અને મગજ વધુ યોજના બધ્ધ બનતું હોય છે. તમારી કામ કરવાની ક્ષમતા તમારી કામગીરી એ હદે સુધરેલી જણાશે કે તમે જે કાંઇ આઠ કલાકમાં કરતા હો તે ત્રણ ચાર કલાકમાં કરી શકો તેમ પણ બને તમારી જાણ બહાર તમારી દિવચર્યાનો વિડીયો બનાવવામાં આવે અને તમે તેને જુઅો તો ખ્યાલ આવશે તમારા જીવનમાં કેટલી બિન જરૂરી હિલચાલ, બીનજરૂરી પ્રવૃત્તિ કે જરૂર વિનાની વાતો થઇ રહી છે.
જો તમારું મગજ સુઆયોજિત કે વ્યવસ્થિત બનશે તો બિનજરૂરી શબ્દો કે હલનચલન ગાયબ થઇ જશે. એક વખત આ ગાયબ થશે તો તમે તમારી જાતને ઉર્જાવાન અનુભવી શકશો અને તે પછી તમારી પાસે ઘણો બધો સમય પણ હશે તમારી પાસે 24 કલાક છે જ અને તે પૂરતા પણ છે. તમારે તેને 26 કલાક બનાવવાની જરૂર નથી. 24 કલાકમાં ઘણું બધું થઇ શકે છે. જો આપણે વ્યવસ્થિત અને ધ્યાન રાખતા માનવી બનીએ તો 24 કલાકમાં ઘણું બધું કરી શકીએ જો આપણે અવ્યવસ્થિત અને બેધ્યાન બનીશું તો આપણી પાસે સમય નથી જ રહેવાનો મોટા ભાગના લોકો બીજું કાંઇ થઇ જ શકે તેવા વ્યસ્ત હોતા જ નથી. આ બધા માત્ર અાગોતરા રોકાણ કે વ્યસ્તતાવાળા હોય છે અને મગજમાં પણ આવી અાગોતરી વ્યસ્તતા ભરાયેલી છે અને આથી જ કોઇ સમય કાઢીને તેના જીવનમાં યોગને સ્થાન આપે તો તેના જીવનની ગુણવતા બિલકુલ અલગ જ થઇ જશે.
– Isha Foundation