ભારત અને ન્યૂઝિલેન્ડની મહિલા ટીમ્સ વચ્ચે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ હેમિલ્ટનના સેડન પાર્ક ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઇ હતી. આ મેચમાં ભારતની મિતાલી રાજે ઇતિહાસ સર્જ્યો છે. વનડે કારકિર્દીમાં 200મી વનડે રમીને આટલી ઈનિંગ્સનો સ્કોર કરનારી તે પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. કેપ્ટન તરીકે પણ મિતાલીએ 123મી મેચમાં જવાબદારી સંભાળી હતી, જે પણ એક રેકોર્ડ છે.
36 વર્ષીય મિતાલીએ વનડે ક્રિકેટમાં સાત સદી સાથે 51.33 રનની સરેરાશથી 6622 રન કર્યા છે. મિતાલીએ વન-ડેમાં પદાર્પણ જૂન 1999માં કર્યું હતું અને આયર્લેન્ડ સામે પોતાની વન-ડે કારકિર્દીની પ્રથમ મેચ રમી હતી.
આ રીતે મહિલા અને પુરુષ ક્રિકેટ, બંનેમાં સૌથી વધુ મેચ રમવાનો વર્લ્ડ રેકોર્ડ ભારતના નામે છે. પુરુષ ખેલાડીઓમાં સૌથી વધુ વનડે રમવાનો રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે (463 મેચ) છે. મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ પણ મિતાલીના નામે છે. તેણે વનડેમાં 6622 રન કર્યા છે.
સ્મૃતિ મંધાના મહિલા બેટધરમાં નં. 1ઃ ન્યૂઝિલેન્ડ સામેની સીરીઝ પુરી થયા પછી આઈસીસી મહિલા ક્રિકેટના રેન્કિંગમાં ભારતની ઓપનર સ્મૃતિ મંધાના નં. બેટધર બની છે. તો ભારતીય ટીમની સુકાની મિતાલી રાજ એક ક્રમ પાછળ પડીને ચોથા ક્રમે ધકેલાઈ છે. સ્મૃતિ મંધાનાએ ન્યૂઝિલેન્ડ સામેની સીરીઝમાં નેપિયર ખાતે પ્રથમ મેચમાં સદી અને પછી બીજી મેચમાં અણનમ રહી 90 રન કર્યા હતા. એકંદરે તેણે સીરીઝમાં 196 રન કર્યા હતા. 2018ના આખા વર્ષમાં અને પછી આ વર્ષે જાન્યુઆરીમાં, એક કુલ 13 મહિનામાં સ્મૃતિએ 15 ઈનિંગમાં 865 રન કર્યા હતા, જેમાં બે સદી તથા 8 અડધી સદી 72 રનથી વધુની એવરેજ સાથે કરી હતી.