મિસ વર્લ્ડ૨૦૧૭ માનુષી છિલ્લર જલદી જ બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરશે. માનુષી આ માટે તૈયારી કરી રહી છે.થોડા દિવસ પહેલા એવી વાત હતી કે, માનુષી રણવીર સિંહ સાથેની ફિલ્મથી કારકિર્દી શરૂ કરશે. પરંતુ હવે નવી વાત પ્રમાણે તે અક્ષય કુમાર સાથેની ફિલ્મથી ડેબ્યુ કરશે. રિપોર્ટલની માનીએ તો માનુષી છિલ્લર અક્ષય કુમાર સાથે પૃથ્વીરાજ ચૌહાણની બાયોપિકમા જોવા મળશે. ” માનુષી પોતાની કારકિર્દી બોલીવૂડમાં કોઇ અન્ય સાથે નહી ંપરંતુ અક્ષય કુમાર સાથે કરવાની છે. તેને પૃથ્વીરાજ ચૌહાણની બાયોપિક માટે સાઇન કરવામાં આવી છે. આ ફિલ્મ આ જ વરસે ફ્લોર પર જશે. આ ઐતિહાસિક ફિલ્મને ચંદ્રપ્કાશ દ્વિવેદી દિગ્દર્શન કરશે અને યશરાજ ફિલ્મસ તેનું પ્રોડકશન કરશે. માનુષીના પાત્ર માટે સૂત્રે જણાવ્યું હતું કે, ” તે પૃથવીરાજ ચોહાણની પ્રેમિકા સંયુક્તાના પાત્રમાં જોવા મળશે. આદિત્ય ચોપરાને તેની સ્ક્રીન પ્રેઝન્ટ બહુ સારી લાગી હોવાથી તેને પોતાના બેનર હેઠળની ફિલ્મમાં તરત જ સામેલ કરવામાં આવી.”જોકે આ ફિલ્મની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.