નાણાભીડનનો સામનો કરી રહેલા રિલાઇન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અનિલ અંબાણી પોતાની કંપની માથે રહેલું અંદાજે 18 હજાર કરોડ રૂપિયાનું દેવું ચૂકવવા માટે કંપનીનું હેડક્વાર્ટર વહેંચી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. અંબાણી આ માટે ઘણી ગ્લોબલ કંપનીઓ સાથે વાટાઘાટો કરી રહ્યાં છે.

અંબાણીએ રિલાઇન્સ કેપીટલનું અંદાડે 50% દેવું ચૂકવવાની યોજના બનાવી છે. રીલાઇન્સ ગ્રુપ પોતાની રીયલ એસ્સેટ પ્રોપટીઝ વહેંચીને રૂપીયા એકઠ્ઠા કરી રહ્યાં છે. 7 લાખ સ્કેવર ફુટમાં ફેલાયેલું આ હેડકવાટર મુંબઇના સાંતાક્રુઝમાં આવેલું છે.

આ હેડક્વાર્ટર 2017થી કાયદાકીય ગૂંચવણમાં અટવાયેલું છે. હાલ અંબાણી યુદ્ધના ધોરણે આ વિવાદને ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જોકે, રિયલ એસ્ટેટના જાણકારોનું માનવું છે કે અંબાણી માટે આ હેડક્વાર્ટર વહેંચું લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ છે.

સુત્રો અનુસાર રિલાઇન્સ ગ્રુપ આ પ્રોપટી વહેંચવાની જવાબદારી ઇન્ટરનેશનલ પ્રોપટી કન્સલ્ટન્સી (જેએલએલ)ને આપી શકે છે. પ્રોપર્ટીને ખરીદવામાં જો કોઇ રસ દાખવે નહીં તો કંપની આ પ્રોપટીને લોંગ ટર્મ લીઝ પર આપી શકે છે.

અંબાણીને દેવું ચૂકવવા માટે રોકડની તાતી જરૂર છે, જો કંપનીને હેડક્વાર્ટરનો ખરીદદાર મળે તો લગભગ 1,500 થી 2,000 કરોડ રૂપીયાની રાહત મળી શકે તેમ છે.