વલસાડ-ડાંગ લોકસભા બેઠક માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ દ્વારા મુસ્લિમોના થતાં તુષ્ટિકરણ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે,સચ્ચર કમિટીના રિપોર્ટ બાદ સાબિત થઈ ગયું છે કે, કોંગ્રેસ મુસ્લિમોને માત્ર મત માટેના મશીન જ ગણ્યા છે. કોંગ્રેસે મુસ્લિમોનો કોઈ વિકાસ જ કર્યો નથી. સાથે મુખ્યપ્રધાનએ માવઠાંના કારણે મોતને ભેટેલા લોકો માટે 2-2 લાખની સહાયની જાહેરાત કરવાની સાથે સર્વે બાદ નુકસાનની સહાય કરવાની જાહેરાત કરી હતી.
રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે આ લોકસભામાં કોઈ ચૂંટણીનો મુદ્દો જ રહ્યો નથી. એટલે ફરી પાછા હતા ત્યાં મુસ્લિમોની તુષ્ટિકરણ કરવા પહોંચ્યાં છે.સિદ્ધુના નિવેદન બાદ ફરી સાબિત થયું છે કે, કોંગ્રેસને જાતિવાદ, જ્ઞાતિવાદ અને સમાજમાં ભાગલા પાડવા સિવાય કોઈ કામ નથી.
લઘુમતિઓને ખુશ કરવા માટે સિદ્ધુએ કહ્યું. અને ઘુસણખોરોને ફાયદો કરાવવા સિવાય કોંગ્રેસ પાસે કશુ જ કામ નથી. ઈમરાન ખાનની દોસ્તીના નામે સિદ્ધુ પાકિસ્તાનની દલાલી કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં નૌટંકી કરે છે. પુલવામાં બાદ પણ સિદ્ધુના નિવેદનથી દેશ તેની નીતિ રીતિ જાણી ગયો છે.