કર્નલ રાયના થોડાક સપ્તાહો પૂર્વેના વોટ્સએપ સ્ટેટસ પ્રમાણે “જીવનમાં તમારી ભૂમિકાને એટલી હદે યોગ્ય નમ્ર અને સદાચારી બનાવો કે નાટ્યભૂમિનો પડદો પડ્યા પછી લોકોની તાળીઅોના ગડગડાટ સંભળાયા જ કરે.” આ એક નાનકડી વાત જીવનની આંતરસમજની મોટી વાત કરી જાય છે. જે વ્યક્તિ મૃત્યુની ઝંખના રાખતી હોય તે જ જીવનને પૂર્ણતયા માણી શકે છે. તમે જેને જીંદગી કે જીવન કહો છે તે તો માત્ર ટૂંકી ક્ષણજીવી ઘટનાઅો જ છે તમે કાલે નહીં મરી જાઅો તેની કોઇ ખાતરી નથી. મૃત્યુ તો આજે અને આજ ક્ષણે પણ આવી શકે છે. તેવી જાગૃતિ સાથે તો બુદ્ધિજીવી વ્યક્તિ જ જીવતો હોય છે. મૃત્યુના સત્યથી સતત વાકેફ કે જાગૃત રહેનાર જીવંત બની રહે છે.
તમે મૃત્યુ પામશો કે નહીં તે જાણવા કે શોધવા તમારે બુદ્ધિજીવિતા, સંશોધન કે શિક્ષણની જરૂર નથી. કોઇ પણ વ્યક્તિ જન્મે તે સાથે જ મૃત્યુ તેની સાથે વણાઇ ગયેલું હોય છે. તમે ચાર અથવા પાંચ વર્ષના થાઅો તે સાથે જ તમે મૃત્યુ પામવાના છો કે તમારૂં પણ મૃત્યુ થઇ શકે તેવી સમજ તમારામાં આવી જ જતી હોય છે. એટલે કહી શકાય કે માનવીને મૃત્યુની જાણકારી નથી તેવું નથી પરંતુ લોકો મૃત્યુથી પોતાની આંખ ફેરવી લેતા હોય છે. મૃત્યુને ખુલ્લી આંખે જોવું મહત્વનું છે.
આ એક એવી વાસ્તવિક્તા છે કે જેને જેતે માનવીના જીવનમાં જેટલી વહેલી લવાય તેટલું સારું છે મૃત્યુ પછી તેનો અર્થ નથી કારણ કે આોચિંતા આવતા મૃત્યુ વખતે તેને તમે સંભાળી ના શકો તેવી બાબત છે. મૃત્યુની વાસ્તવિક્તા કે સમજનું તેવું છે કે જ્યારે કોઇ પોતાના સ્વજનને ગુમાવે ત્યારે જો તમે તેને આવી સમજ કે જાણકારી આપવા જાઅો તો તમે તેને વધુ દુઃખ પહોંચાડો છો.
એક દિવસે ત્રણ સંતાનોની એક માતાએ તેના પતિને ગુમાવ્યા પતિના નિધનથી મહિલા શોકમાં ગરકાવ થઇ પરંતુ જીવનની આગળ ધપતી રહેતી ઘટમાળમાં ગોઠવાઇને આ મહિલા તેના ત્રણ સંતાનોના ઉછેરમાં અોતપ્રોત થઇ. બધું બરાબર ગોઠવાવા લાગ્યું છે તેવી અનુભૂતિ થતાં સુધીમાં મહિલાના એક સંતાનનું નિધન થતાં તે મહિલાનું ધ્યાન બાકી બચેલા બે સંતાનો ઉપર કેન્દ્રિત થયું. થોડા સમય પછી વધુ એક સંતાનના નિધનથી મહિલાએ તેને જીવનને એક બાળકને સમર્પિત કર્યું આટલું અોછું હોય તેમ ત્રીજું સંતાન પણ મૃત્યું પામતા આ મહિલાથી સહન ના થયું અને તેણી પોતાના સંતાનના નશ્વર દેહ સાથે ગૌતમ બુદ્ધ પાસે પહોંચી.
પતિ અને ત્રણ સંતાનો ગુમાવનાર દુઃખી મહિલાઅે ગૌતમ બુદ્ધને કહ્યું કે તમે અને તમારી આધ્યત્મિક તાકાત અથવા જે કાંઇ ઉપદેશ આપો છે તે જો મારા સંતાનને પાછો ના લાવી શકતા હોય તો તે બધું જ નકામું છે. મારા પતિ મૃત્યુ પામ્યા તે દુઃખને મેં વેઠી લીધું તે પછી મારા પ્રથમ અને બીજા સંતાનના મૃત્યુને પણ વેઠીને મેં જીવન સંઘર્ષ ચાલુ રાખ્યો પરંતુ હવે ત્રીજા સંતાનને પણ મેં ગુમાવ્યું છે. જો તમે અને તમારી આધ્યાત્મિક શક્તિ સાચા હોય તો મારા સંતાનને જીવતું કરો.
ગૌતમ બુદ્ધે મહિલા તરફ જોયું અને જાણી ગયા કે શોકની લાગણીમાં ગરકાવ આ શોકાતુર મહિલાને તેઅો જે કાંઇ કહેશે કે તેના માટે જે કાંઇ કરશે તે કારગત નીવડશે નહીં. અેટલે તેમણું કહ્યું કે હું તારા પુત્રના પ્રાણ પાછા લાવીશ પણ તે પહેલા મને જ્યાં કોઇનું મૃત્યુના થયું હોય તેવા ઘરમાંથી તલના દાણા લાવી આપે. પોતાના સંતાનને નશ્વર દેહ સાથે આ મહિલા ઘેર ઘેર ફરવા લાગી અને જ્યાં ક્યારેય મૃત્યુના થયું હોય તેવું ઘર શોધવા લાગી. આખું નગર ખૂંદી વળવા છતાં મૃત્યુ ના થયું હોય તેવું ઘર નહી મળતા દુઃખી મહિલાએ ભારે હૈયે પોતાના સંતાનના નશ્વર દેહના અંતિમ સંસ્કાર કર્યા અને તે પછી ગૌતમ બુદ્ધની સમક્ષ પાછી ફરી અને બેસી ગઇ. આ પછી આ મહિલાઅે ગૌતમ બુદ્ધની છત્રછાયામાં પોતાનું જીવન વિતાવ્યું.
મૃત્યુ એ કોઇ આશ્ચર્ય નથી. તમારી જાતને તથા તમારા બાળકોમાં ઘણ વહેલા સમયથી આ વાસ્તવિક્તાને ઉતારો તમારા પરિવારમાં જ આવું આજે જ બને તે જરૂરી નથી પરંતુ રોજે રોજ કોઇના પણ ઘરમાં મૃત્યુ આવતું જ હોય છે. તમારા બાળકોને તે પણ સમજાવો કે મૃત્યુ એ કોઇ આપતિ નથીં. પરંતુ જીંદગીની કુદરતી અને સાહજિક પ્રક્રિયા છે. તમે તમારા સંતાનોને તમારા પોતાના મૃત્યુની વાત પણ કરી શકો છો તમારા બાળકો માટે એ જાણવું સારું રહેશે કે તેમના મા-બાપ પણ ગમે તે દિવસે મૃત્યુ પામશે. આવી સમજ હશે તો તમે 25 વર્ષ પછી કે કાલે પણ મૃત્યુ પામશો તો તમારા બાળકો પોતાના જીવનને સંભાળી શકશે આ જો તમે કાલે સવારે પણ અદૃશ્ય થયા હો તો તમારા બાળકો સમજભર્યું અને સંતુલિત જીવન જીવી શકે તેવા મક્કમ મનોબળવાળા હોવા જોઇએ જો તમે તમારા સંતાનોને મૃત્યુથી પરિચિત નહીં કર્યા હોય તો તમારા બાળકો આવું મનોબળ ધરાવી શકશે નહીં.
આનો અર્થ એવો નથી કે તમે તમારા આપ્તજનને ગુમાવ્યાનો રંજ નથી કરતા કે કરવાના તમારી માનવ સહજ લાગણીથી તમે વંચિત થતાં નથી. તમે તમારા સ્વજનને ગુમાવ્યાનું દુઃખ અનુભવો જો છો પંરતુ તેનાથી તમે ભાંગી ના પડવા જોઇએ તમારા જીવનમાં જે કાંઇ પણ બને છે તેને જો તમે તેને જાગૃતિની ચોક્કસ સમજથી હલ કરી શકશો તો જે તે ઘટના કે બાબત તમારામાં સમૃદ્ધિ જ લાવવાની છે. તમે તમારા આપ્તજનને ગુમાવ્યાની મોટી કિંમત ચૂકવી હોય તો તમને તેમાંથી લાભ ના મળવો જોઇએ? તમે તમારી મર્યાદાથી પણ આગળ વધીને તમે વધુ પરિપકવ બનો તેવી શક્યતા છે અને જો તમે તેનાથી વાકેફ હો તો તેમાંથી લાભ પણ થવાનો છે.
– Isha Foundation