મધ્ય મેક્સિકોમાં ગુરૂવારે ફટાકડાના ગોડાઉનમાં બે વિસ્ફોટ થયા હતા. જેમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે. તો અન્ય 49 લોકો ઘાયલ થયા છે. જેમને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં ફાયરબ્રિગેડના એક કર્મચારી અને એક પોલીસવાળાનો પણ સમાવેશ છે. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટ મેક્સિકોના ટુલ્ટેપેકમાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં થયો છે. નાગરિક સુરક્ષા એજન્સી દ્વારા મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરવામાં આવી છે. મેક્સિકોના પ્રમુખ એનરિક પેના નિટોએ ટ્વિટર પોસ્ટમાં આ ઘટનામાં માર્ય ગયેલા લોકો પ્રતિ સંવેદના દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે પ્રથમ વિસ્ફોટ સ્થાનિક સમય મુજબ ગુરુવારે સનારે 9.30 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે બીજો વિસ્ફોટ તેના થોડા મિનિટો બાદ થયો હતો.