ભારતની સાત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ)માં પ્રવેશ માટે ૨૮મી મેના રોજ લેવાયેલી એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ જાહેર કરી દેવાયું છે. આ પરીક્ષામાં સમગ્ર દેશમાંથી ૨ લાખ ૮૪ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાંથી અંદાજે ૨૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે જાહેર કરાયેલા પરિણામમાં સુરતની વિદ્યાર્થિની નિશીતા પુરોહિત સમગ્ર દેશમાં ટોપ રેંક પર આવી છે. આ સિવાય ગુજરાતમાંથી અંદાજે ૧૦૦ વિદ્યાર્થીઓ ટોપ રેંકમાં આવ્યા હોવાનો અંદાજ છે.

દેશમાં કુલ સાત એઇમ્સ આવેલી છે. જેમાં ૭૦૦ બેઠકો ઉપલબ્ધ છે. આ બેઠકો માટે અલગથી એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. આ વખતે ૨૮મી મેએ આ પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં કુલ ૨,૮૪,૭૩૭ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી ૧૭૧૪૦ વિદ્યાર્થીઓના રેંક આપવામાં આવ્યા છે. ગુજરાતમાં સુરતની વિદ્યાર્થિની નિશીતા પુરોહિત દેશમાં ટોપ રેંકમાં આવી છે. આ વિદ્યાર્થિનીને ધો.૧૨ સેન્ટ્રલ બોર્ડમાં પણ ૯૧,૪ પર્સન્ટેજ માર્કસ આવ્યા છે. આ સિવાય ગુજરાતના અંદાજે ૧૦૦ જેટલા વિદ્યાર્થીએ ટોપ ૫૦૦માં સ્થાન મેળવ્યું હોવાનું માનવામાં આવે છે. ઓલ ઇન્ડિયામાં પ્રથમ રેંક પર આવેલી નિશીતાના પિતા આઇઆઇટી પાસ છે. જયારે માતા ફાર્મસી ગ્રેજ્યુએટ છે. નિશીતાએ આજે પરિણામ બાદ પોતાના પહેલા પ્રતિભાવમાં કહ્યુ કે જયારે પરિણામ આવ્યુ ત્યારે હુ સ્તબ્ધ થઇ ગઇ હતી. બે વખત મારા રોલ નંબર સાથે સરખાવીને ચેક કર્યુ હતુ. નાનપણથી મારી ઇચ્છા કાર્ડિયાક સર્જન થવાની છે આ ઉપરાંત હુ યુપીએસસી પણ આપવા ઇચ્છુ છુ. પરીક્ષાની તૈયારી દરમિયાન હુ ટીવીથી એક વર્ષ દૂર રહી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયાથી પણ અળગી રહી હતી.

LEAVE A REPLY

20 − 10 =