વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 7 માર્ચે  ભરૂચનો નર્મદા નદી પરનો કેબલ બ્રિજ ખુલ્લો મુક્યો હતો. આ ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ છે. રૂ. 370 કરોડના ખર્ચે બનેલા કેબલ બ્રિજના ઉદઘાટન પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હેલીપેડ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કાર્યક્રમમાં વડાપ્રધાને રિમોટ કંટ્રોલથી કેબલ બ્રિજનુ ઓપનિંગ કર્યુ હતું.
નરેન્દ્ર મોદીએ મંગળવાર, 7 માર્ચે સુરત નજીક દહેજમાં એક બિઝનેસ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, મને કહેતા આનંદ થાય છે કે દહેજ મીની ભારત બની ગયું છે. ભાગ્યે એવું હશે કે દેશના કોઇ ભાગના લોકો અહીં રોજગાર મેળવતા ન હોય. દેશ અને વિશ્વમાં ગુજરાતની વેપારી વિચારધારાની ગુંજ સંભળાય છે. તેમાં દહેજ અને ભરૂચે પણ મહત્વનું યોગદાન આપ્યું છે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે મારી જવાબદારી હતી ત્યારે અનેકવાર મને અહીં આવવાનો મોકો મળ્યો હતો.
વડાપ્રધાન દહેજ ઓપેલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દહેજમાં બિઝનેસ સંમેલન યોજાયું હતું જેમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દહેજ એક એવું બાળક છે જેને મોટું થતાં મેં મારી આંખ સામે જોયું છે. સાથોસાથ નોટબંધીના દુનિયાભરમાં વખાણ થયા હતા તેની ખાસ વાત કરી હતી. 30 હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલાં GNFCના દક્ષિણ એશિયાના સૌથી મોટા પેટ્રોકેમિકલ પ્લાન્ટનું નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. તેમની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સહિતના નેતાઓ ઉપસ્થિત હતા.

LEAVE A REPLY

2 × two =