કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ઉજ્જૈનમાં એક જાહેરસભામાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભલે તેના પરિવારનું અપમાન કર્યું હોય પરંતુ તેઓ ક્યારેય મોદીના પરિવારનું અપમાન નહીં કરે. મધ્ય પ્રદેશમાં ચોથા અને છેલ્લા તબક્કાના મતદાન અગાઉ રાહુલ ગાંધીએ એક રેલીને સંબોધી હતી. કોંગ્રેસ અધ્યક્ષ વડાપ્રધાનને ટોણો મારતા જણાવ્યું હતું કે તેમણે વાદળો અને કેરીઓ વિશે વાત કરવાનું બંધ કરીને મૂળ મુદ્દાઓ વિશે વાત કરવી જોઈએ. (રાહુલે સભાને જણાવ્યું કે) (એક ફકરામાં બે વખત જણાવ્યં નહીં લખવું), કોંગ્રેસ વડાપ્રધાનને ‘પ્રેમ’થી હરાવશે.

‘મોદી નફરતની વાત કરે છે. તેમણે મારા પિતા, દાદી અને દાદાનું અપમાન કર્યું. હું મારા જીવનમાં ક્યારેય તેમના પરિવાર માટે આવું નહીં બોલું, તેમના માતા-પિતાનું અપમાન નહીં કરું. હું મરી જઈશ છતા ક્યારેય આવું નહીં બોલું કારણ કે હું ભાજપ કે આરએસએસનો માણસ નથી અને હું કોંગ્રેસમાંથી છું. મારી સામે નફરત ઉછાળવામાં આવશે તો હું તેનો પ્રેમથી જવાબ આપીશ. અમે મોદીજીને પ્રેમથી, ગળે લગાવીને હરાવીશું,’ તેમ રાહુલે રેલીને સંબોધતા જણાવ્યું હતું.

રાહુલે મોદીના તાજેતરમાં ઈલેક્ટ્રોનિક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુ (ઇન્ટરવ્યૂ)ને ટાંકીને કટાક્ષ કર્યો હતો. રાહુલે ટોણો મારતા જણાવ્યું હતું કે મોદી વાદળોથી વાયુસેનાના યુદ્ધ વિમાનોને રડાર નહીં પકડી શકે અને નાનપણમાં આંબા પર ચઢીને કેરીઓ ખાવાની વાતો કરે છે. વડાપ્રધાને આવી વાતોને બદલે મૂળ મુદ્દાની વાતો કરવી જોઈએ તેમ રાહુલે જણાવ્યું હતું.