આજે મિશન ગુજરાતના પ્રારંભ પૂર્વે ભુજમાં જાહેર સભાને સંબોધતા પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી લાખો લોકોની આસ્થાના કેન્દ્ર એવા આશાપુરા માતાજીના મઢના દર્શને ગયા હતાં તે સમયની તસ્વીર. વડાપ્રધાને માતાજી સમક્ષ માથુ ઝુકાવી આશિર્વાદ લીધા હતા અને પૂજા-અર્ચના પણ કરી હતી. તેઓએ માતાજીની આરતી પણ ઉતારી હતી અને માતાજીની ચૂંદડી પણ ગળામાં ધારણ કરી હતી. મંદિરમાં તેઓએ અડધો કલાક જેટલો સમય વિતાવ્યો હતો અને તે દરમ્યાન તેઓએ સમગ્ર મંદિર સંકૂલ નિહાળ્યુ હતું, તેટલું જ નહીં તેઓ પ્રોટોકોલ તોડીને શ્રદ્ધાળુઓને મળ્યા હતાં. નાના બાળકો સાથે વાતો પણ કરી હતી અને મહિલાઓનું અભિવાદન પણ ઝીલ્યુ હતું. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે જે લોકોએ કમળ પર કિચડ ઉછાળ્યો છે તે જ લોકોએ કમળની જીત આસાન બનાવી દીધી છે. તેમણે જેવી રીતે ભાવનગર અને ઘોઘા વચ્ચે રોરો ફેરી સર્વિસ શરૂ કરી તેવી જ રીતે કચ્છથી સુરતની રોરો ફેરી સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી હતી.