વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત બનેલી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનું અત્યાર સુધી પ્રદર્શન એવરેજ રહ્યું છે. ફિલ્મ વીક ડેમાં બે કરોડથી વધારેનો વેપાર કરી રહી છે. જો વાત કરીએ છઠ્ઠા દિવસની તો ફિલ્મે લગભગ 15 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મની અત્યાર સુધીની એવરેજ પર્ફોમન્સ રહી છે. ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીથી બૉક્સ ઑફિસ પર જેટલી કમાણીની અપેક્ષા કરવામાં આવી રહી હતી ફિલ્મ એટલું સારૂ પ્રદર્શન તો નથી કરી શકી. પરંતુ વીક ડેમાં પણ ફિલ્મનું પ્રદર્શન ઠીક છે. 24 જૂનના રોજ રિલીઝ થયેલી ફિલ્મે છઠ્ઠા દિવસે 1.5 કરોડ રૂપિયાની કમાણી કરી. પાંચમાં દિવસે પણ કમાણીનું ગ્રાફ ઓછું રહ્યું નથી કારણકે વર્કિંગ ડેના ચાલતા સિનેમાઘરોમાં લોકોની સંખ્યા ઓછી રહી હતી અને ફિલ્મ પર એનો અસર જોવા મળ્યો હતો. એવું જ છઠ્ઠા દિવસે પણ જોવા મળ્યું. પાંચમાં દિવસે ફિલ્મે 2.02 કરોડનો વેપાર કર્યો હતો.
6 દિવસમાં ફિલ્મની કમાણીનો આંકડો હવે 17.50 કરોડ રૂપિયા સુધી પહોંચ્યા છે. ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની રિલીઝના પહેલા વીકેન્ડમાં 11 કરોડ 76 લાખ રૂપિયાનું કલેક્શન કરી લીધુ હતું. રિલીઝના ચોથા દિવસે એટલે સોમવારે ફિલ્મે 2.41 કરોડ રૂપિયાનું કલેક્શન કર્ચું હતુી.
પહેલા દિવસે ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીએ 2.88 કરોડ રૂપિયાથી ઓપનિંગ કરી હતી. બાદ બીજા દિવસે શનિવારે 3.76 કરોડ અને ત્રીજા દિવસે રવિવારે 5.12 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પોતાની રિલીઝના પહેલા વીકેન્ડમાં 11 કરોડ 76 લાખ રૂપિયાનું કલેક્શન કરી લીધું હતું. જણાવી દઈએ કે ઓમંગ કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મમાં વિવેક ઑબરોયે પીએમ નરેન્દ્ર મોદીનું મહત્વ પાત્ર ભજવ્યું છે.