દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘનું રાજકોટ એરપોર્ટ પર કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ  સ્વાગત કર્યું હતું. બાદમાં તેઓ ઇમ્પિરિયલ હોટલ ખાતે રાખેલી પ્રેસ કોન્ફરન્સમાં આવી પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, નોટબંધીનો મોદીનો નિર્ણય સાહસિક છે પણ નિષ્ફળ રહ્યો છે. તેમજ જીએસટીને લઇને પણ આકરા પ્રહારો કર્યા હતા. જીએસટી સામે વિરોધ કરનારાઓને ચોર ગણવામાં આવે છે. મનમોહનસિંહે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ ગુજરાતનું જ નહીં ભારતનું પણ ગૌરવ છે. રાજકોટ ઓટોમોબાઇલ ક્ષેત્રનું હબ માનવામાં આવે છે તેમજ જીએસટીથી જેતપુર, સુરત, મોરબી અને વાપીના નાના ઉદ્યોગોને અસર પડી છે. કાળુ નાણુ સફેદ થયું છે પરંતુ મોટાભાગની નોટો બેંકમાં પરત આવી છે. નોટબંઘીને કારણે રોજગારી પર અસર પડી,નવી રોજગારીની તકો ઘટી રહી છે. ડોમેસ્ટીક ઉદ્યોગો પડી ભાંગ્યા અને ચીનને ફાયદો થયો છે. આપણું અર્થતંત્ર નબળુ પડતા ચીનને લાભ થયો છે. જીડીપી ઘટી રહી છે જેની સીધી અસર અર્થતંત્ર પર પડી રહી છે. તેમજ રૂપાણી પર પણ આકરા પ્રહારો કર્યા હતા. રામ મંદિરને લઇને મનમોહનસિંઘે કહ્યું હતું કે, સુપ્રિમ કોર્ટનો જે ફેંસલો હશે એ માન્ય રહેશે. મોદીએ કહ્યું નર્મદા મુદે વાત કરવા માગતા હતા પણ પ્રધાનમંત્રી ન મળતા મોદીજીએ ક્યારે પણ મારી સાથે વાત નથી કરી એ મને મળવા જ નથી આવ્યા. કોઈપણ મુખ્યમંત્રી મને મળવા આવે એમા મને પ્રોબ્લેમ ન હોય