કોંગ્રેસી નેતા રણદીપ સુરજેવાલાએ રાફેલ વિમાનોની ખરીદીમાં મોદી સરકાર પર કૌભાંડનો આરોપ લગાવ્યો છે. સુરજેવાલાએ કહ્યું હતું કે રાફેલ વિમાનોની ખરીદીમાં કોઈ પારદર્શિતા જણાતી નથી. સુરજેવાલાના કહેવા પ્રમાણે, મોદી સરકાર આ સોદા દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત રમી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે વિમાનોની કિંમત ~૫૨૬ કરોડ છે જ્યારે સોદો ~ ૧૫૭૧ કરોડનો થયો છે. રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે ૨૦ ઓગસ્ટ, ૨૦૦૭માં ૧૨૬ યુદ્ધ વિમાનો ખરીદવા માટે નોટિસ જારી કરાઈ હતી. આ સોદા માટે બે કંપનીઓ સામે આવી હતી. જેમાંથી રાફેલ બનાવનારી કંપની દસોલ્ટની પસંદગી કરાઈ હતી. આ સોદાની શરત એ હતી કે ૧૮ રાફેલ એરક્રાફ્ટ ફ્રાન્સમાં બનશે અને કંપનીની મદદથી ૧૦૮ રાફેલ વિમાનો ભારતમાં બનશે. પરંતુ વડાપ્રધાન મોદીએ ફ્રાન્સની મુલાકાત વખતે ૩૬ વિમાનો ફ્રાન્સથી ખરીદવાની ઘોષણા કરી દીધી હતી. સુરજેવાલાએ સવાલ કર્યો હતો કે યુદ્ધ વિમાનો મોંઘી કિંમતમાં શા માટે ખરીદાયા અને સરકાર રાફેલની ટેકનિક ટ્રાન્સફર કરવાની તરફેણમાં કેમ નથી