ભાજપા અધ્યક્ષ અમિત શાહે બુધવારે કહ્યું કે આગામી લોકસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાકીની તમામ પાર્ટીઓ વચ્ચે હશે. ભાજપના બૂથ કાર્યકરોની બેઠકમાં સંબોધન કરતી વખતે, શાહે એમ પણ કહ્યું કે ભાજપે ઉત્તર પ્રદેશને ગુંડાઓથી છુટકારો આપ્યો છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યમાં જમીન માફિયાની દાદાગીરીનો ઉકેલ લાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ‘ઉપર મોદી, નીચે યોગી’ (વડાપ્રધાન તરીકે મોદી અને મુખ્યમંત્રી તરીકે આદિત્યનાથ). આ સામાન્ય ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં મોદી વિરુદ્ધ બાકી તમામ પાર્ટી વચ્ચે ખેલ ખેલાશે.
ભાજપના વડાએ જણાવ્યું હતું કે ભાજપે ઉત્તરપ્રદેશને ગુંડાઓથી છૂટકારો અપાવ્યો છે. યોગીએ ઉત્તર પ્રદેશમાં જમીન માફિયાને કાબૂમાં રાખ્યા છે. ગુંડાઓ હવે પોલીસથી ડરી રહ્યા છે. શાહે જણાવ્યું કે યોગી આદિત્યનાથની સરકાર સત્તામાં આવ્યા પછી ગુના નિયંત્રણ હેઠળ છે. સંસદીય મત માટે એસપી અને બીએસપી વચ્ચેના ગઠબંધન અંગે તેમણે કહ્યું કે, ” અલીગઢમાં અમે તેમની દુકાન પર તાળાઓ મારી દઇશું. ભાજપના કાર્યકરો ફોઇ-ભત્રિજાની દુકાન પર અલીગઢમાં તાળા લગાવશે.
શાહે જણાવ્યું કે, “રિપોર્ટર્સ ઘણી વખત મને પૂછે છે કે જ્યારે ફોઇ અને ભત્રિજા એકસાથે આવશે, ત્યારે યુપીમાં 74 બેઠકો કેવી રીતે જીતી શકાશે? ત્યારે હું જવાબમાં કહું છું કે જો તમે પક્ષના કાર્યકર્તાઓને જોશો તો તમને ખબર પડશે કે 74 બેઠકો ક્યાંથી આવે છે. ભાજપ અન્ય પાર્ટીથી અલગ છે, કારણ કે બૂથ લેવલના કાર્યકર્તાઓ દ્વારા વિજયની ખાતરી આપવામાં આવી છે, કોઈ નેતા દ્વારા નહીં.