ગુજરાત વિધાનસભામાં વધુ એક ધારાસભ્યને સસ્પેન્ડ કરી દેવાયા છે. મોરવા હડફથી અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને વિધાનસભા સ્પીકરે સસ્પેન્ડ કર્યા છે. ભૂપેન્દ્રસિંહ ખાંટનું જાતિનું પ્રમાણપત્ર ખોટુ હોવાનું પુરવાર થયુ હતુ અને આ અંગે કોર્ટના ચુકાદા બાદ મહામહિમને ત્યાંથી રિપોર્ટ આવ્યો હતો.

જેમાં મોરવા હડફની સીટ રદ કરવાનું કહેતા ભૂપેન્દ્રસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભૂપેન્દ્રસિંહ ખાંટ અનુસુચિત જનજાતિ માટે રિઝર્વ બેઠકથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. જોકે વર્ષ 2010તી તેમનું જાતિના પ્રમાણપત્રનો કેસ ચાલતો હતો.

કોર્ટના દ્વાર ખટખટાવવામા આવ્યા હતા અને કોર્ટમાં જાતિનું પ્રમાણ પત્ર ખોટુ પુરવાર થયુ છે. જેને લઈને રાજ્યપાલે મોરવાહડફની સીટ ખાલી કરવાનું કહેતા ભૂપેન્દ્રસિંહ ખાટને સ્પીકર રાજેન્દ્રત્રિવેદીએ સસ્પેન્ડ કરવાની કામગીરી કરી છે.