Yes Bankના નોન એક્ઝીક્યુટીવ ચેરમેન અશોક ચાવલાએ પોતાના પદેથી રાજીનામું આપ્યુ હતુ. બેન્કે પ્રેસ રીલીઝ કરી કહ્યુ કે હાલના સમયમાં બેન્કને એક ફુલટાઈમ ચેરમેનની જરૂર છે. અને આરબીઆઈ પાસેથી મંજૂરી મળ્યા બાદ નવા ચેરમેનના નામનું એલાન કરવામાં આવશે. બીજી બાજુ ઉત્તમ પ્રકાશ અગ્રવાલને 5 વર્ષમાટે એડિશનલ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. બેન્કે એ પણ માહિતી આપી છે કે સ્વતંત્ર નિર્દેશક વસંત ગુજરાતીએ અંગત કારણથી રાજીનામુ આપ્યુ છે. Yes Bank શેર બજારને જણાવ્યુ કે અશોક ચાવલાએ તાત્કાલીક ધોરણે નિર્દેશક મંડળમાંથી રાજીનામુ આપ્યુ હતુ. તેમણે આગળ જણાવ્યુ કે બેન્કને એવા ચેરમેનની જરૂર નથી જે પોતાનો વધારે સમય ધ્યાન ન આપી શકે. બેન્કે જણાવ્યુ કે રિઝર્વ બેન્કની મંજૂરીબાદ નવા ચેરમેનની નિયુક્તિની ઘોષણા કરવામાં આવશે. અશોક ચાવલાએ નાણાં સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને તે કોમ્પીટીસન કમીશન ઓફ ઈન્ડીયાના ચેરમેન રહી ચુક્યા છે. અશોક ચાવલા 1973 બેન્ચના આઈએએસ અધિકારી છે. તેમણે મહત્વપૂર્ણ સરકારી કામો સંભાળ્યા છે. વર્તમાનમાં ચાવલા નેશનલ સ્ટોક એક્સચેન્જના ચેરમેન છે. આ સાથે તેઓ રિલાયન્સ નિપૉન લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડના પણ ચેરમેન છે.