યુએસ ઓપનમાં નાદાલને ત્રીજું ટાઈટલ, સ્લોન સ્ટીફન્સ નવી મહિલા ચેમ્પિયન

0
127

રફેલ નાદાલે યુએસ ઓપન ટેનિસ સ્પર્ધામાં એક તરફી મુકાબલામાં 32મો ક્રમ ધરાવતા, દક્ષિણ આફ્રિકાના એન્ડરસનને રવિવારે ફાઈનલમાં સીધા સેટ્સમાં 6-3, 6-3, 6-4થી હરાવી પોતાની કેરિયરનું 16મું અને આ વર્ષનું બીજું ગ્રાંડ સ્લેમ ટાઈટલ મેળવ્યું હતું. પુરૂષ ખેલાડીઓમાં હવે ફક્ત રોજર ફેડરર તેના કરતાં વધારે, 19 ટાઈટલ ધરાવે છે.
નાદાલ અને ફેડરર લાંબા સમયથી ટોચના ખેલાડીઓ તરીકે કટ્ટર હરીફો ગણાય છે અને આ વર્ષે (2017)માં બન્નેએ બે-બે ગ્રાંડ સ્લેમ ટાઈટલ પ્રાપ્ત કર્યા છે.  તો ફાઈનલમાં નાદાલ હરીફ એન્ડરસન 1073 પછી પહેલીવાર આટલા નીચા રેન્કીંગ ધરાવતો ફાઈનાલિસ્ટ રહ્યાે હતો. તે અત્યારસુધીમાં ક્યારેય ક્વાર્ટર ફાઈનલ્સની આગળ પહોંચ્યો નહોતો.
રવિવારે જ રમાયેલી બે અમેરિકન હરીફો વચ્ચેની મહિલા સિંગલ્સ સ્પર્ધામાં મેડિસન કીઝને હરાવી સ્લોન સ્ટીફન્સ યુએસ ઓપનની નવી મહિલા ચેમ્પિયન બની હતી. ફક્ત ફાઈનલ્સ નહીં, આ વર્ષની તો બન્ને સેમિફાઈનલ્સમાં પણ તમામ સ્પર્ધકો અમેરિકન હતી.
બન્ને ફાઈનાલિસ્ટ્સ માટે પણ આ તેમની સૌપ્રથમ ગ્રાંડ સ્લેમ ફાઈનલ હતી  યુએસ ઓપનમાં ૨૦૦૨ પછી આ વર્ષે પહેલી વખત ઓલ અમેરિકન વિમેન્સ સિંગલ્સ ફાઈનલ રમાઈ હતી. યુએસ ઓપનમાં બે વર્ષ બાદ અમેરિકન મહિલા ખેલાડી સિંગલ્સમાં ચેમ્પિયન બની હતી. છેલ્લે ૨૦૧૪માં સેરેનાએ આ તાજ હાંસલ કર્યો હતો.
૨૪ વર્ષની સ્ટીફન્સ વર્લ્ડ રેન્કિંગમાં ૮૩મો ક્રમ ધરાવે છે અને તેણે બિનક્રમાંકિત ખેલાડી તરીકે રમતાં યુએસ ઓપનનો તાજ ધારણ કર્યો હતો. ૨૪ વર્ષની વયે યુએસ ઓપન ચેમ્પિયન બનેલી સ્ટિફન્સ ૧૧ મહિના પહેલા જાન્યુઆરીના અંતમાં તો વ્હિલચેર પર હતી. પગની ઈજા તેને સતાવી રહી હતી અને એ કારણે તેણે ૨૩મી જાન્યુઆરીએ સર્જરી કરાવી હતી, ત્યાર બાદ તેને થોડા દિવસ તો ચાલવાની પણ છૂટ નહોતી. તેણે હજુ વિમ્બલ્ડન પહેલા જ ટેનિસમાં પુનરાગમન કર્યું હતુ.
સ્ટિફન્સે કહ્યું કે, ૨૩મી જાન્યુઆરીએ મારા પગનું ઓપરેશન થયું ત્યારે કોઈને મને કહ્યું હોત કે તું યુએસ ઓપન ચેમ્પિયન બનીશ, તો ત્યારે મેં એ વાતને હસી કાઢી હોત. આજની મારી સફળતા ખરેખર હજુ મારા માટે માનવી મુશ્કેલ છે.

LEAVE A REPLY