છેલ્લા બે ત્રણ મહિનાથી ભારત બ્રિટન સહિત અનેક દેશોમાં ઓસ્ટ્રેલિયન ફ્લૂ ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધી 93 લોકોનાં એક મહિનામાં મોત થયા છે. હવે આ વાઇરસ એશિયા, મધ્ય પૂર્વમાં ફેલાઇ રહ્યો છે. બ્રિટનમાં એક હજારથી વધુ લોકો તેનો ભોગ બન્યા છે. અમેરિકા, ફ્રાન્સ અને ફિલિપાઇન્સમાં પણ હજારો દર્દીઓ આ વાઇરસથી પીડિત છે. તાજેતરના આંકડાઓ અનુસાર, ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ સ્ટેટમાં આ વાઇરસથી 93 લોકોનાં મોત થયા છે. ગયા અઠવાડિયે પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના ડેટા અનુસાર ફ્લૂથી 48 લોકોનાં મોત થયા હતા. રિપોર્ટ અનુસાર, ઓક્ટોબર મહિનાથી અત્યાર સુધી આ વાઇરસના કારણે 1,938 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાંથી કેટલાંક ‘ઓસિ ફ્લૂ’થી પિડાય છે, જ્યારે કેટલાંક જાપાનીઝ ફ્લૂ વાઇરસથી. ઓનલાઇન ટૂલ ફ્લૂ સર્વે અનુસાર, H3N2 ફ્લૂ વાઇરસનું નવું મ્યૂટન (વાઇરસનો એક પ્રકાર) છે. જે બાળકો અને વૃદ્ધોને સૌથી વધારે અને ઝડપથી લાગુ પડે છે. જો કે, મેપમાં ભારતને આ વાઇરસથી ઓછા પ્રભાવિત વિસ્તારમાં દર્શાવ્યો છે. ભારત સરકાર તરફથી આ વાઇરસને લઇને કોઇ જાણકારી કે ચેતવણી જાહેર કરવામાં આવી નથી.