ઉત્તરપ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવવાની મુહિમ તેજ કરાઈ છે. દેશ-વિદેશના રોકાણકારોને ઉત્તરપ્રદેશમાં આકર્ષવા યુપી ઈન્વેસ્ટર્સ સમિટ-2018નું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપી ઈન્વેસ્ટર્સ સમિટ-2018નું ઉધ્ઘાટન કર્યુ હતું. પીએમ મોદીએ ઇંદિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં ‘યુપી ઇન્વેસ્ટર્સ સમિટ-2018’ (UPIS)નો પ્રારંભ કરાવ્યો.
પ્રાસંગીક સંબોધનમાં તેમણે કહ્યું કે, ઉત્તરપ્રદેશ આખા દેશનું ગ્રોથ એન્જિન બની શકે છે. અહીંયા સંસાધનોની અછત નથી. પહેલાની અને અત્યારની પરિસ્થિતિમાં ઘણો ફરક છે. તેમણે ઉમેર્યુ હતું કે સીએમ યોગી આદિત્યનાથ અહીંયા પરિવર્તન લાવી રહ્યા છે.
સમિટની શરૂઆતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ સ્પીચ આપી હતી. અંબાણીએ કહ્યું કે, “20,000 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ સાથે જિયો એ યુપીના મોટામાં મોટા ઇન્વેસ્ટર્સમાંનું એક છે. 2018 સુધીમાં યુપીના દરેક ગામમાં જિયો હશે.” અંબાણીએ સીએમ યોગીને કર્મયોગી ગણાવ્યા હતા. સમિટમાં દેશભરના અનેક ધનકુબેરો અને ઉદ્યોગપતિઓ ભાગ લઈ રહ્યા છે.