પ્રશ્નઃ ધ્યાન અને યોગ વિષે મારા મિત્રોને હું ગમે તે સમજવું પરંતુ તેમનો જવાબ એવો આવતો હોય છે કે યોગ તો વૃદ્ધો માટે હોય, અમારે તેની જરૂર નથી અમને તેમાં રસ પણ નથી. ધ્યાન અને યોગ વૃદ્ધો માટે જ હોય અને યુવાપેઢી માટે નહીં તેવી ગ્રંથિ કેમ બંધાઇ ગઇ છે?
સદગુરુ ઃ આવું માનનારાઓ જેઓને મળયા હોય તેમના કારણે કદાચ આવી ગ્રંથિ બંધાઇ હોઇ શકે. આવા લોકોએ શીવાકાશીમાં છપાયેલા કેલેન્ડરોમાંના યોગીઅોને જોયા હોય છે. આવા લોકો એમ માનતા થઇ ગયા હોય છે કે યોગનો અર્થ તેમને જીદંગીમાં રસ નથી. આવી માન્યતાને બદલવા હું શક્ય તેટલા તમામ પગલાં કે ઉપાયો અપનાવી રહ્યો છું.
એક યુવા તરીકે તમે ડર્ટબાઇક સ્કાયડાઇવ હેલિકોપ્ટર ઉડાવવું જેવી ભૌતિક પ્રવૃત્તિ શીખવા જાઓ છો તમને જે પ્રવૃત્તિ શીખતાં ત્રણ કે ચાર વર્ષ થઇ શકે તે હું આ ઉંમરે પણ ત્રણ માસમાં કરી શકીશ. શું તમને આવું કરવાનું વહેલી ઉમરમાં ગમશે કે જ્યારે તમે મરી રહ્યા હો ત્યારે કરવાનું ગમશે.
વિદ્યર્થી ઃ વહેલી ઉંમરે જ ગમશે.
સદગુરુ ઃ તો પછી તમારે યોગ શરૂ કરવા જ રહ્યા.
હું બધા જ ખોટા કારણોસર યોગ તરફ વળ્યો હતો. જીંદગીની મજા જ તે છે કે ખોટા કારણોસર પણ જો તમે સાચું કરશો કે સાચી બાબતો અપનાવશો તો તે કારગત નીવડશે. હું જ્યારે 11 કે 12 વર્ષનો હતો ત્યારે ઉનાળુ વેકેશન માટે દાદાના વડવાઅોના ઘેર જતો હતો. ઘરની પાછળ આઠ ફૂટના ઘેરાવાવાળો 150 ફૂટ ઊંડો કૂવો હતો. ઉનાળામાં કૂવામાં પાણીનું સ્તર જમીનથી અંદાજે 60થી 70 ફૂટ નીચે રહેતું હતું.
મારા અને મારા મિત્રો જેવા નાના છોકરાઅો માટે કૂવામાં કૂદકો મારી પછી ઉપર પછી આવવાનું એક રમત હતી કૂવામાં ભૂસ્કો મારવામાં પણ કળા જોઇએ જો તમે યોગ્ય રીતે કૂદકો ના માર્યો હોય તો કૂવાની દિવાલ સાથે તમારું માથું અફળાતા તમારા રામ પણ રમી શકે. એ જમાનાના કૂવામાં પગથિયાં કે નીસરણી પણ ન હતી. કૂવાની દિવાલમાં થોડા થોડા અંતરે રહેલા ઇંટ કે પથ્થરના ખૂંભિયા ઉપર પગ ટેકવી કૂવાની બહાર આવવાનું રહેતું તે વખતે મારું શરીર ભારે ન હતું તેમ છતાં કૂવાની બહાર નીકળતી વખતે બે ચાર આંગળીઅોની પક્કડથી ઇંટ પથ્થરના ખૂંભિયા ઉપર ટેકણ લઇને બહાર આવતા હાથ પગમાં લોહી નીકળતું છતાં અમે તે કરતા અને તેમાં હું આગળ રહેતો તેનું મને ગૌરવ પણ થતું હતું.
કૂવામાં ભૂસ્કાની અમારી બાળ રમત ચાલતી હતી ત્યારે એક દિવસ એક 70 વર્ષની આયુના વડીલ ત્યાં આવીને ઉભા અને અમને જોવા લાગ્યા. નાનકડા ટાબરિયાં તરીકે અમે તેમના તરફ ધ્યાન પણ ના આપ્યું કારણ કે અમારા માટે 70 વર્ષ એટલે મરી જવા બરાબર હતા. પેલા વડીલે કાંઇ જ બોલ્યા વિના કૂવામાં કૂદકો માર્યો. મને એમ લાગ્યું કે તેમનો રામ રમી ગયા પરંતુ તેઅો તો મારા કરતાં પણ ઝડપથી કૂવાની બહાર આવી ગયા જે મને ગમ્યું નહીં. મે તેમને પૂછ્યું આવું કેવી રીતે શક્ય બન્યું તેમણે કહ્યું કે ચાલ યોગ કરવા લાગ એક ડાહ્યાડમરા ગલુડીયાંની માફક હું તેમની પાછળ દોરવાયો કારણ કે મારા મતે તેઅો એક યુવાન પણ ના કરી શકે તેવું સાહસ કરી શકતા સુપરમેન હતા આ આવા બીજા કારણોસર હું યોગ તરફ વળ્યો. તમે યોગ તરફ કેવી રીતે અને ક્યાં માર્ગેથી વળ્યા તે મહત્વનું નથી પરંતુુ જો તમે સાચું કરશો તો તે કારગત નીડવતું જ હોય છે. જો તમારી પાસે સેલફોન અન્ય કોઇ ગેજેટ હોય તો તમે તેનો વપરાશ જેટલો વધારે કરશો તેટલી જ તમારી જાણકારી વધશે. એન્જીંનિયરીંગની કરામત તે જ છે કે ઘણી બધી જાણકારી મેળવવા તમારે જે તે ગેજેટનો શક્ય તેટલો વધારે અને વધારે સારી રીતે ઉપયોગ કરવો માનવ શરીરની બાબતમાં પણ આવું કેમ સાચું ના થઇ શકે? શારીરિક સંરચનાની વધારે ને વધારે જાણકારી મેળવો તો તમે તેનો વધારે સારો ઉપયોગ કરી શકો છો. યોગનું પણ આવું જ છે.
આ ધરતી ઉપર આપણને જોવાતા બધા જ ગેજેટમાં માનવ શરીર સંરચનાએ અત્યંત આધુનિક ગેજેટ છે. માનવ શરીર સંરચનાની જટિલતાને સમજવા આપણે ધ્યાન કેમ નથી આપતા? તમે અન્ય ગેજેટ યુઝર મેન્યુઅલની માફક આપણાં શારીરિક સંરચના ગેજેટના યુઝર મેન્યુઅલ તરફ પણ ધ્યાન આપ્યું નથી અને જગત સમક્ષ ડંફાશ કે બગણાં મારે રાખ્યા છે. સીધી સાદી સરળ શિક્ષણ વ્યવસ્થા પણ આજે કરાણે ભારરૂપ બની રહી છે. જો જગતમાં તમારે કશાકનું સર્જન કરવું હો તો તમારી સમક્ષ ઘણાબધા પડકાર આવવાના જ છે.
શારીરિક સંરચનાનો કેવી રીતે સારો ઉપયોગ કરી શકાય તેની જાણકારી જો તમે સારી રીતે મેળવશો તમે સ્વયંભાન સાક્ષાત્કાર સ્વરૂપ કે સ્વયંને અોળખી શક્યાની અવસ્થાએ પહોંચ્યા છો આનો અર્થ તે નથી કે તમે સ્વર્ગમાં પહોંચ્યા છો માનવ શરીર સંરચનાને સમજતા જ આ બધુુ થઇ શકે મારા જીવનમાં પણ હું આ જાણું છું. લોકો માને છે કે હું બધું જણું છું પણ તે તેમની સમસ્યા છે હું તો માત્ર આટલું જ જાણું છું. – Isha Foundation