પ્રશ્નઃ હું હઠ યોગ શિક્ષકની તાલીમ સાથે સંકળાયેલો છું. અને અમે તે સાથે સંલગ્ન તમામ વિગતોથી માહિતગાર થઇએ છીએ. કેવી રીતે યોગ્ય સ્થિતિમાં બેસવું શું ખાવું કેવી રીતે શ્વાસ લેવો આવા નિયમનોને અનુસરીને જીંદગીને આનંદી બનાવવી કે તમારી જાતને તેમાં કોઇ લક્ષ્મણરેખા ક્યાં છે?
સદ્દગુરુઃ સૌ પહેલાં તો સમજી લો કે આ બધું નવું નથી અને આ બધું નિયમો તો નથી જ. ભારતીય સંસ્કૃતિમાં પદાર્થપાઠ જેવું ક્યારેય રહ્યું નથી. ભગવાન પોતે પણ ભારતીયનો દૈવી આજ્ઞા આપી શકે તેમ નથી કારણ કે ભારતીયો ઘણા બધા પ્રશ્નો પૂછતા આવ્યા છે. દરેક બાબતે પ્રશ્નો કરતા રહેવાની ભારતીય પરંપરા રહી છે.
ભારતમાં તો ભગવાન પોતે આવીને કોણે બોલવાનું તેવી પસંદગી કરે તો પણ પ્રશ્નોની ભરમાર રહેવાની. આપણે જાણીએ છીએ અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને કેટલા બધા પ્રશ્નો પૂછ્યા ભગવાન શ્રીકૃષ્ણ માટે પણ અર્જુનને દૈવી આજ્ઞા આપવાનું શક્ય ન હતું. એટલે જ શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવવા મથતા રહ્યા પરંતુ અર્જુન પાસે તો પ્રશ્નોની ભરમાર હતી. ભારતીય સંસ્કૃતિમાં આપણે જીંદગીના સંચાલનને ‘ધર્મ’ તરીકે ઉલ્લેખતા રહ્યા છીએ. જો કે કમનશીબે આજના સમયમાં લોકો ધર્મ-નીતિ કે ભગવાન બુધ્ધના સત્યને ધર્મ સમજી રહ્યા છે. ખરા અર્થમાં ધર્મ એ કોઇ ફિલોસોફી માન્યતા પ્રથા કે ધર્મ નહીં પરંતુુ કાયદો જ છે.
સમાજ સારી રીતે અને સરવતાથી ચાલતો રહે તે માટે સમાજના વિભિન્ન પાસાને નિયમનમાં રાખે તે માટે માનવ દ્વારા સર્જાયેલા કાયદા છે. દૃષ્ટાંતરૂપે લઇએ તો ભારતમાં આપણે રસ્તાની ડાબી બાજુએ વાહન હંકારવાનું હોય છે. આ જ પ્રમાણે સમાજના નિયમન માટેની ઘણી બધી વ્યવસ્થા છે. પરંતુ માનવ સર્જિત કાયદાઅો તો જીંદગીની સરળતા માટે દીર્ઘકાળ પહેલાથી જ છે. અને આમ થવા માટે મૂળભૂત કાયદા તો હોવા જ રહ્યા.
જો તમે જંગલમાં જતા હો તો તમે જંગલના કાયદાને તારવી શકશો નહીં. પરંતુ જંગલ તો લાખો વર્ષોથી અસ્તિત્વમાં છે. તેથી જંગલના અનુશાસનના પણ કેટલાક કાયદા તો લાખો વર્ષોથી ચાલ્યા જ આવતા હોય અને આ જ સંદર્ભમાં આપણે બ્રહ્માંડ આપણી આંતરિક સંસ્કૃતિ તથા સર્જન પ્રક્રિયા તરફ ધ્યાન આપવું આ બધું આપણે માત્ર કલ્પના કે માન્યતાના આધારે નહીં પરંતુ નીરિક્ષણના આધારે ઘડેલું છે.
જીંદગીના તમામ ભૌતિક પાસાને ભૌમિતિક કે રેખા ગણિતનો આધાર છે. જો તમે આ રેખાગણિતને કંઇક અંશે સમજો તો તમે તેનો મહતમ ઉપયોગ કેવી રીતે થઇ શકે તે સમજી શકશો. ધરતી ઉપરના અન્ય તમામ જીવોએ તેમના શરીરના રેખા ગણિત મહતમ ઉપયોગ માટે આંકલું છે. માત્રને માત્ર માનવી જ પોતાની જાત સિવાય બીજાા બધા તરફ મહતમ ધ્યાન આપે છે. ઇશા હઠ યોગમાં નિયમો કે સૂચનાઅો નવી નવાઇની નથી જો તમે તમારા શરીરના રેખા ગણિત નથી. જો તમે તમારા શરીરના રેખાગણિત કે ભૂમિતિ ઉપર ધ્યાન આપશો તો તમને જણાશે કે તમે બેસો કે ઉભા થાઅો છો ત્યારે તમારૂં શરીર મહત્તમ અસર સાથે કામ કરે છે. ભૌતિક અસ્તિત્વની અસરકારકતા શરીરના રેખા ગણિતની તમારી સમજ ઉપર નિર્ભર છે.
અસરકારકતા એ કોઇ ચોક્કસ કામને સારી રીતે કવા પૂરતી મર્યાદિત નથી. તમે માનવી તરીકે આવ્યા છો તો માનવી હોવાના સંપૂર્ણ ઊંડાણને સમજવાની હોંશિયારી સાથે જ આવ્યા છો. માનવ જીવનને આવા ફળદાયી સ્તરે તથા સંવેદનશીલતાના સ્તરે પહોંચીને જ તમે માનવજીવનના તમામ વળાંકોની અનુભૂતિ કરી શકો છો. જો તમારો આહાર કોઇ પણ સ્થિતિ કે માનસિક અવસ્થા આમ થવા ના દે તો હું તેને બિનકાર્યદક્ષ જીવન કહીશ. કાંઇ પણ સાચંુ કરવા માટે નૈતિક કે સામાજીક મંજુરીની જરૂર નથી. કોઇના પણ જીવનમાં મહતમ સારા પરિણામો લાવવામાં આવે તે યોગ્ય કે સારી બાબત જ છે.
એક વખત બે કાર સામસામે અથડાઇ. એક કાર એક ડોકટર અને બીજી કાર એક વકીલ ચલાવતા હતા. કારની ટક્કર પછી બંને પોતપોતાની કારમાંથી બહાર આવ્યા વકીલે પોતાની કારમાંથી વ્હીસ્કીની બોટલ બહાર કાઢી ડોકટરને કહ્યું ચાલો આપણે ઉજવણી કરીએ કારણ કે આટલી મોટી ટક્કર છતાં આપણને ઇજા થઇ નથી. વકીલે ડોકટરને વ્હીસ્કીની બોટલ આપી પરંતુ ડોકટરે આ અકસ્માતથી આંચકો અનુભવ્યો હતો એટલે તેમણે વકીલને બોટલ પાછી આપી. વકીલે આ બોટલ કારમાં પાછી મુકી તો ડોકટરે પ્રશ્ન કર્યો કે કેમ તમે દારુ પીતા નથી? વકીલે જવાબ આપ્યો, પોલીસ જશે તે પછી હું દારુ પીશ.
ઘણી વખત યુક્તિઅો કામ કરતી હોય છે. પરંતુ જો તમે તેને નિયમિત ધોરણે કરતા રહો તો પછી તમે તમારી જાત સાથે શું કરો છો તે જીંદગીની જાણમાં આવશે જીંદગીનું નિયમન કરતા કાયદા સાથે તમે સાંકળાયેલા નહીં રહો તો જીંદગીની પ્રક્રિયા તમને અવશ્યપણે અસર કરશે. મોટાભાગના લોકો માટે જીંદગી એ તેમને આંતરિક પણે કચડતી હોવાનું અનુભવાતું હોય છે. તમારામાં આ ઘર્ષણ પીડા યાતના કે ગાંડપણને પણ નોંતરી શકે છે. આવંુ આંતરિક ઘર્ષણ તમારા ચહેરા ઉપર વર્તાઇ આવે છે જો આવું ઘર્ષણ નહીં હોય તો તમારો ચહેરો હસતો રહેશે.
કુદરત જે ચોક્કસ કાનુની માળખા આધારિત છે તેના કારણે જ માનવીએ ઘણી શકયતાઅો જન્માવી છે. જો તમે આવા કાયદાને આધીન છો તમારી આંતરિક પ્રણાલી અોછામાં અોછું ઘર્ષણ અનુભવશે. જો તમે તમારી આંતરિક પ્રણાલી સાથે જોડાવાનું જાણતા નથી તો તમે તેમાં સંસ્કારિતાનુ ઉંજણ આંજો. જો તમારી પાસે ગમે તેટલું આધુનિક સુંદર મશીન હોય પરંતુુ તેમા જરૂરી લુબ્રિકન્ટ નહીં હોય તે ખરાબ અવાજ કરશે આજ કારણે તમારા શરીરને સંસ્કારિક્તા થકી આંતરિક ઘર્ષણથી બચાવો.
– Isha Foundation