પહેલા એવી વાત આવી હતી કે, દિગ્દર્શક લવરંજનને દિપીકા પદુકોણ અને રણબીર કપૂર સાથે ફિલ્મ બનાવવી છે. અનુરાગ બાસુ પણ આ જોડીને રૂપેરી પડદે સાથે લેવા માટે ઉત્સુક છે. જોકે આ ભૂતપૂર્વ પ્રેમીપંખીડા ફિલ્મમાં સાથે કામ કરશે કે નહીં તે તો ફિલ્મની ઘોષણા બાદ જ જાણ થશે.અનુરાગ બાસુએ રણબીર સાથે ‘બરફી અને જગ્ગા જાસૂસ’ બનાવી. જેમાંથી ‘જગ્ગા જાસૂસ’ બોક્સઓફિસ પર ઊંધા માથે પટકાઇ હતી. એ સમયે રિશી કપૂર અનુરાગ પર ભડક્યો હતો. પરંતુ રણબીરે ભવિષ્યમાં પણ તેની સાથે કામ કરવા રાજી હતો. હવે અનુરાગની આગામી ફિલ્મ ‘ઇમલી’માંથી કંગના બહાર થઇ ગઇ છે. તેથી અનુરાગ અન્ય એક સ્ક્રિપ્ટ પર ધ્યાન આપી રહ્યો છે, જેમાં તેને દીપિકા અને રણબીરને લેવાની ઇચ્છા છે., તેમ ટ્રેડ સોર્સે જણાવ્યું હતું.હવે પ્રશ્ર એક જ છે કે, દીપિકા અને રણબીર ફિલ્મમાં ફરી સાથે કામ કરવા રાજી થશે કે નહીં.તેઓ બન્ને ફિલ્મમાં સાથે કામ કરવા તૈયાર થાય તેવું લાગતુંનથી. આ જોડીને લવરંજન કે પછી અનુરાગ બાસુ કે પછી બીજું કોઈ સાઇન કરી શકે છે કે નહીં તે તો સમય જ દાખવશે.