રન ફોર રણમાં UKનાં ડેન લોશન સહિત 105 દોડવીરો દોડશે

0
506

કચ્છના ધોળાવીરામાં ભારતભરમાં યોજાતી દોડ સ્પર્ધામાં સૌથી કઠિન મનાતી રન ફોર રણ સ્પર્ધાની તડામાર તૈયારીઓ થઇ રહી છે. સતત ચોથા વર્ષે યોજાનારી પ્રકૃતિના પડકારો સાથેની આ હરીફાઇમાં દેશ-વિદેશના105 જેટલા દોડવીરો રણ, ડુંગર, નદી અને સપાટ મેદાનોને ચીરીને પોતાના લક્ષ્યને નિશ્ચિત સમય મર્યાદામાં પુરૂં કરવા એડીચોટીનું જોર લગાવશે. ત્રણ વિભાગમાં વહેંચાયેલી આ સ્પર્ધા તા. 11/2ના શરૂ થઇને 13/2ના રોજ સંપન્ન થશે.
ગુજરાત ટુરિઝમ દ્વારા યોજાનારી આ વૈશ્વિક દોડના સ્પોન્સર યુફીલ ઇએમજીના મેનેજર કેરવ પાઠકે કહ્યું હતું કે, સમગ્ર ભારતમાં આ પ્રકારના આયોજન થતા રહે છે પણ રન ફોર રણ સૌથી અઘરી સ્પર્ધા છે કેમકે દોડવીરે પ્રકૃતિના પડકારો ઝીલીને નિશ્ચિત સમય મર્યાદામાં અંતર કાપવાનું રહે છે. કુદરતી વાતાવરણ અને પર્યાવરણ સંપૂર્ણ રીતે જળવાઇ રહે તેની કાળજી રાખવામાં આવશે. દોડના રૂટનું કોઇજ માર્કિંગ કરાયું નથી અને સ્પર્ધકોને જીપીએસ ડિવાઇસ અપાશે જેના આધારે તેઓ દોડતા રહેશે.
51 કિલો મીટરની દોડમાં 60, 101 કિલો મીટરમાં 20 તેમજ 161 કિલો મીટરમાં 25 હરીફોએ ઝુકાવ્યું છે. જેના વિજેતાનું મેડલ સાથે સન્માન કરાશે. આ ઉપરાંત ચેમ્પિન બનનારા ઇચ્છે તો ફ્રાન્સમાં યોજાનારી વૈશ્વિક દોડમાં પણ ભાગ લઇ શકશે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રથમ વિભાગની હરીફાઇ 12 કલાકમાં, બીજા વિભાગની 101 કિલો મીટરની 30 કલાકમાં અને સૌથી લાંબી 161 કિલોમીટરના અંતરની સ્પર્ધા માટૈ 48 કલાકની સમય મર્યાદ રહેશે.
ઇકો ટુરિઝમના પ્રમુખ અને ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢાએ જણાવ્યું હતું કે, આ હરીફાઇના કારણે વિશ્વ ફલક પર ખ્યાતિ મળશે. સ્થાનિકો પણ તેમા ભાગ લેવાના હોવાથી ખાસી ઉત્તેજના જોવા મળે છે. સવારે 7 વાગ્યે શરૂ થનારી સ્પર્ધાના પરિણામ સાંજ સુધીમાં આવતાં થશે તેમ ઉમેર્યું હતું.
161 કિલો મીટરના સૌથી લાંબા અંતરની આ દોડના રૂટમાં અલગ અલગ સ્થળે 40 જેટલા તંબુ ઉભા કરાશે જે આપત કાલિન સમયમાં સારવાર સહિતની સુવિધા પૂરી પાડશે. આ ઉપરાં સ્થાનિક 50 યુવકો બાઇક સાથે દોડવીરોની સાથે રહેશે.
જેટલી હરીફાઇમાં ભાગ લીધો છે તેમા અત્યાર સુધી ક્યારેય પરાજિત ન થયેલા યુનાઇટેડ કિંગડમના ડેન લોશન પણ આ સ્પર્ધામાં ભાગ લેવાના છે. 161 કિલો મીટરની દોડ જે 48 કલાકમાં પૂર્ણ કરવાની છે તે માત્ર 22 કલાકમાં પૂરી કરવાની તૈયારી તેમણે દર્શાવી છે. રન ફોર રણમાં ભારતના સમશેરસિંઘ, બ્રિજમોહન શર્મા ઉપરાંત યુએસએ, ઇટલી, કેનેડા, ઓસ્ટ્રેલિયા તેમજ બહેરીનના દોડવીરો ભાગ લેશે જેમાં એબી રેયલ સુટકલીફ, રલબર્ટો આલ્ડોવિન સહિતના ખ્યાતનામ હરીફોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

five × five =