ભારતીય ધરતીનું અનમોલ રતન એવા રવીન્‍દ્રનાથ ટાગોરની ૧પ૬મી જન્‍મ જંયતિ ૭ મેના રોજ ઉજવવામાં આવી હતી. રવીન્‍દ્રનાથ ટાગોરના જીવનકાળમાં અમદાવાદનું પણ વિશિષ્‍ટ સ્‍થાન છે. અમદાવાદ ખાતે જ રવીન્‍દ્રનાથ ટાગોરે બંગાળી નવલકથા ‘સુદત પાષાણ’ (ભૂખ્‍યો પથ્‍થર) તેમજ બે કાવ્‍ય ‘બદી ઓ અમાર…’ અને ‘નિલાવ રજની દેખો…’નું પણ સર્જન કર્યું હતું. રવીન્‍દ્રનાથ ટાગોર સૌપ્રથમ વખત ૧૮૭૮ના વર્ષમાં અમદાવાદ આવ્‍યા ત્‍યારે તેઓની ઉંમર ૧૭ વર્ષ હતી. તે સમયે રવીન્‍દ્રનાથ ટાગોરના મોટાભાઇ સત્‍યેન્‍દ્રનાથ ટાગોર અમદાવાદ શહેરના કમિશનર તરીકે ફરજ અદા કરતા હતા. અમદાવાદ આવવાના હેતુ અંગે ઇતિહાસવિદોનું માનવું છે કે ‘મોટાભાઇ સત્‍યેન્‍દ્રનાથને ઇચ્‍છા હતી કે રવીન્‍દ્રનાથ ઈંગ્લેન્‍ડ જઇને ઉચ્‍ચ અભ્‍યાસ કરે. ઈંગ્‍લેન્‍ડ જતા અગાઉ ઈં‌િગ્લશ સાહિત્‍યનો અભ્‍યાસ પોતાના માર્ગદર્શન હેઠળ કરી શકે તેના માટે સત્‍યેન્‍દ્રનાથે પોતાની સાથે અમદાવાદમાં રહેવા માટે બોલાવ્‍યા હતા.ટાગોર અમદાવાદ શહેરથી એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે તેમણે પોતાના એક સર્જનમાં સાબરમતી નદીનો ઉલ્‍લેખ કર્યો હતો. આ ઉપરત અમદાવાદ અંગે ત્રણ આર્ટિકલ પણ લખ્‍યા હતા. રવીન્‍દ્રનાથ ટાગોર આ પછી ૧૯ર૦ના વર્ષમાં ગુજરાત સાહિત્‍ય પરિષદની સામાન્‍ય સભામાં પણ ઉપસ્‍થિત રહ્યા હતા. ૧૯૧૯ના વર્ષમાં મહાત્‍મા ગાંધી ગુજરાત સાહિત્‍ય પરિષ્‍ાદના પ્રમુખની ચૂંટણી માટે ઊભા રહ્યા હતા, જેમાં તેમનો હરગોવિંદદાસ કાંટાવાલા સામે પરાજય થયો હતો. ૧૯ર૦ની સાહિત્‍ય પરિષ્‍ાદની બેઠકમાં મહાત્‍મા ગાંધી અને રવીન્‍દ્રનાથ ટાગોર બંને ઉપસ્‍થિત રહ્યા હતા.

LEAVE A REPLY

one × 3 =