દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈના સ્પેશ્યિલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચારની અરજીને રદ કરવા દિલ્હી હાઈકોર્ટમાં કરેલી અરજીની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે અસ્થાનાની અરજી ફગાવી દેતા તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારની અરજીને રદ કરવાનો ઈન્કાર કરી દીધો છે. આ ઉપરાંત દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈના ડેપ્યુટી એસપી દેવેન્દ્ર કુમાર અને કથિત વચેટિયા મનોજ પ્રસાદના કેસમાં કરાયેલી એફઆઈઆરને રદ કરવાનો સ્પષ્ટપણે ઈન્કાર કરી દીધો છે. હાઈકોર્ટે સીબીઆઈને આદેશ કરતા રાકેશ અસ્થાના તેમજ અન્યો વિરુદ્ધ 10 સપ્તાહમાં તપાસ પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. હાઈકોર્ટના જણાવ્યા મુજબ સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા વિરુદ્ધ કરાયેલા આક્ષેપો