બોલિવૂડમાં અત્યારે વેડિંગ સીઝન ચાલી રહી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘના ઇટાલીમાં વેડિંગ બાદ બોલિવૂડમાંથી બધાની નજર હવે પ્રિયંકા ચોપરા અને નિક જોનસના વેડિંગ પર છે. એટલું જ નહીં કન્ટ્રોવર્સીસ જગાવવા બદલ સતત સમાચારોમાં રહેતી રાખી સાવંત 31 ડિસેમ્બરે દીપક કલાલ સાથે મેરેજ કરવા જઈ રહી છે. રાખીએ ઇન્સ્ટાગ્રામ પર તેના વેડિંગની જાહેરાત કરી હતી. તેની સાથે વાત કરવામાં આવતાં તેણે કહ્યું હતું કે, ‘હા, હું મેરેજ કરવા જઈ રહી છું. વેડિંગ ડેસ્ટિનેશન, તૈયારીઓ અને ગેસ્ટ લિસ્ટ વિશે તેણે કહ્યું હતું કે, ‘આ વર્ષે 31 ડિસેમ્બરે લોસ એન્જેલસમાં મેરેજ થશે. કેટલાંક ફંક્શન્સ ઇન્ડિયામાં થશે. હું બોલિવૂડમાંથી દરેકને ઇન્વિટેશન આપીશ, પરંતુ ત્યાં કોણ આવશે એ હું જાણતી નથી. જોકે, શાહરુખ ખાન, કરણ જોહર અને ખલી મારા મેરેજ એટેન્ડ કરશે. મને તેમના તરફથી કન્ફર્મેશન મળ્યું છે.