કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકના જમ્મુ કાશ્મીરની મુલાકાત કરવાના આમંત્રણ પર ફરીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. રાહુલે ટ્વિટર પર ટ્વિટ કરીને લખ્યું હતું કે મલિકજી મેં ટ્વિટર પર તમારો જવાબ વાંચ્યો. હું રાજ્યની યાત્રા કરવાના તથા લોકોને મળવાના તમારા આમંત્રણનો સ્વીકાર કરું છું. મને જણાવો હું ક્યારે આવી શકું. કાશ્મીરમાં હિંસાના સમાચાર આવતા જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે સોમવારે જણાવ્યું હતું કે, તેઓ રાહુલ ગાંધીને ઘાટીની યાત્રા કરવા જમીની હકીકત જાણવા માટે એક વિમાન મોકલશે. ત્યારબાદ મલિકે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ યાત્રા માટે અનેક શરતો રાખી હતી જેમાં જેલમાં બંધ મુખ્ય નેતાઓની મુલાકાત પણ સામેલ છે. આ બધું શક્ય નહીં હોવાથી નિમંત્રણ પાછું ખેંચું છું.