અભિનેત્રી રાધિકા આપ્ટે પણ હવે હોલિવૂડમાં પદાર્પણ કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું. માઇકલ વીન્ટરબોટમની આગામી ફિલ્મ ધ વેડિંગ ગેસ્ટ નામની ફિલ્મમાં રાધિકા દેવ પટેલની અભિનેત્રી તરીકે ચમકવાની છે એવી જણકારી મળી હતી.અત્યાર અગાઉ રાધિકા સાઉથ ઇન્ડિયાના ભગવાન મનાતા મેગાસ્ટાર રજનીકાંત સાથે પણ ફિલ્મ કરી ચૂકી છે અને ખુદ રજનીકાંતે એની પ્રતિભાને બિરદાવી હતી. સાથોસાથ રાધિકા નિર્માત્રી નિર્દેશિકા લીડીયા ડીન્સની બીજા વિશ્વયુદ્ધ અંગેની કથા ધરાવતી અનટાઇટલ્ડ ફિલ્મ પણ કરવાની છે. આ ફિલ્મમાં એના સહકલાકારો તરીકે સ્ટાના કેટિક અને સારાહ મેગન થોમસ હશે એવું જાણવા મળ્યું હતું. રાધિકાએ કહ્યું હતું કે મારી લાંબા સમયની ઇચ્છા હતી કે માત્ર હોલિવૂડની નહીં પણ ઇન્ટરનેશનલ કહેવાય એવી ફિલ્મો મારે કરવી જોઇએ. ઘરઆંગણે તો વિવિધ ભારતીય ભાષાની ફિલ્મો હું કરી ચૂકી છું. એટલે ઇન્ટરનેશનલ લેવલ પર ધ્યાન પરોવવાની મારી ઇચ્છા હતી જે હવે સાકાર થવા જઇ રહી છે.