રાફેલ મામલે વડાપ્રધાન મોદીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઇ રહી. રક્ષા મંત્રાલય સિવાય ડીલમાં સમાંતર વાતચીતની ભૂમિકાને કારણે હોબાળો થયો હતો. હવે રિપોર્ટમાં ફરી એક ખુલાસો કરવામાં આવ્યો છે. ધ હિન્દુની રિપોર્ટ મુજબ, ડીલમાંથી ભ્રષ્ટાચાર વિરોધી દંડની જોગવાઇ અને એક એસ્ક્રો એકાઉન્ટને હટાવાયા છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ભ્રષ્ટાચારને જળ મૂળમાંથી ઉખાડી નાખવાના દાવા કરતી સરકાર દ્વારા રાફેલ મુદ્દે લાભ લેવામાં આવ્યો છે.
અંગ્રેજી અખબાર ધ હિન્દુએ દસ્તાવેજોના હવાલો આપતા જણાવ્યું હતું કે, તત્કાલીન સક્ષા મંત્રી મનોહર પર્રિકરના વડપણ હેઠળની રક્ષા અધિગ્રહણ પરિષદે સપ્ટેમ્બર 2016માં બે સરકારો વચ્ચે થયેલા કરાર, સપ્લાય પ્રોટોકોલ, ઓફસેટ કોન્ટ્રાક્ટ અને ઓફસેટ શેડ્યુલમાં 8 ફેરફેાર મંજૂર કર્યા હતા. રિપોર્ટ મુજબ, રાફેલ કરારમાં ઉચ્ચ સ્તરીય રાજકીય હસ્તક્ષેપ કરવામાં આવ્યા છે. અનુચિત પ્રભાવના ઉપયોગ પર દંડ, એજન્ટ કમિશન, દસોલ્ટ અને એમબીડીએ ફ્રાન્સ કંપનીના ખાતા સુધી જોગવાઇ ડીલના ડ્રાફ્ટમાંથી હટાવવામાં આવ્યા છે.
ધ હિન્દુના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 23 સપ્ટેમ્બર 2016ના રોજ ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલા કરાર મુજબ દસોલ્ટ વિમાનોના સપ્લાયર છે અને એમબીડીએ ફ્રાન્સ ભારતીય વાયુસેના માટે હથિયારોની સપ્લાયર છે. રાફેલ ડીલના એગ્રિમેન્ટ અને દસ્તાવેજોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેબિનેટ કમિટિ(સિક્યોરિટી) 24 ઓગસ્ટ 2016ના રોજ મંજૂર આપી હતી. કેટલાક દિવસો અગાઉ ધ હિન્દુ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ડીલ સમયે પીઓમઓ તરફથી સમાંતર વાતચીત કરવામાં આવી રહી હતી. રક્ષા મંક્ષાલયે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો.