કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દાને લઇને કેન્દ્ર સરકારને ફરી નિશાને લીધી છે. રાહુલ ગાંધીએ એક ઇ-મેઇલનો ઉલ્લેખ કરી કહ્યું કે, એરબસ કંપનીના એક્ઝિક્યૂટીવે ઇ-મેઇલમાં લખ્યુ કે, ફ્રાંસના રક્ષામંત્રીની ઓફિસમાં અનિલ અંબાણી ગયા હતા. મીટિંગમાં અંબાણીએ કહ્યું હતું કે, જ્યારે વડાપ્રધાન આવશે તો એક MoU સાઇન થશે, જેમાં અનિલ અંબાણીનું નામ હશે.

તેમણે કહ્યું કે, એટલે કે રાફેલ ડીલમાં તેના વિશે ન તો ભારતના તત્કાલિન રક્ષામંત્રીને ખબર હતી, ના તો HALને અને ના તો વિદેશ મંત્રીને. પરંતુ રાફેલ ડીલના 10 દિવસ પહેલાં અનિલ અંબાણીને આ ડીલ વિશે ખબર હતી. જેનો અર્થ વડાપ્રધાન અનિલ અંબાણીના મિડલ મેન તરીકે કામ કરી રહ્યાં હતા. માત્ર આ આધારે ટોપ સિક્રેટને કોઇ સાથે શેર કરવાના લઇને વડાપ્રધાન પર મુકદ્દમો ચાલવો જોઇએ. તેમને જેલમાં મોકલવા જોઇએ આ દેશદ્રોહનો મામલો છે.રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, આમાં ત્રણ બાબતો જોડાયેલી છે. કરપ્શન, પ્રોસિઝર અને દેશદ્રોહ. આ ત્રણેય મામલે કોઇ નહી બચી શકે.