રાફેલ સોદામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પુર્નવિચાણની માંગ કરતી અરજીઓ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે લીક થયેલા દસ્તાવેજો પર કેન્દ્રના વિશેષાધિકારના દાવા પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. કેન્દ્રે રાફેલ યુદ્ધ વિમાનો સંબંધિત દસ્તાવેજો પર વિશેષાધિકારનો દાવો કર્યો હતો અને સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે પુરાવા અધિનિયમનની જોગવાઈઓ અંતર્ગત કોઈપણ સંબંધિત વિભાગની મંજૂરી વગર આ કાગળો રજૂ કરી શકાય નહીં. એટોર્ની જનરલે જણાવ્યું કે કોઈપણ વ્યક્તિ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા દસ્તાવેજો પ્રગટ નથી કરી શકતું અને રાષ્ટ્રની સુરક્ષા સૌથી ઉપર છે.

વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટને જણાવ્યું કે રાફેલના જે દસ્તાવેજો પર એટોર્ની જનરલ વિશેષાધિકારનો દાવો કરે છે તે પ્રગટ થઈ ચૂક્યા છે અને સાર્વજનિક દાયરામાં છે. તેમણે જણાવ્યુંકે માહિતી અધિકારના કાયદાની જોગવાઈ મુજબ જનહિત અન્ય બાબતોથી સર્વોપરી છે અને ગુપ્ત એજન્સીઓ સંલગ્ન દસ્તાવેજો પર કોઈ પ્રકારનો વિશેષાધિકારના દાવો કરી શકાય નહીં.

ભૂષણે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે રાફેલ સિવાય એવો કોઈ રક્ષા સોદો નથી જેમાં CAG રિપોર્ટમાં ભાવની વિગતો સંપાદિત કરવામાં આવી. ભૂષણે વધુમાં જણાવ્યું કે રાફેલ સોદામાં સરકાર-સરકાર વચ્ચે કોઈ કરાર નથી કારણ કે આમાં ફ્રાન્સે કોઈ ગેરેન્ટ આપી નથી. ભૂષણે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે ભારતીય પ્રેસ પરિષદ અધિનિયમમાં પત્રકારોના સોર્સના રક્ષણી જોગવાઈ છે.

સુપ્રીમ કોર્ટે ભૂષણને જણાવ્યું કે અમે કેન્દ્રની પ્રારંભિક સમસ્યા પર નિર્ણય કર્યા બાદ જ મામલના તથ્યો પર વિચાર કરીશું. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની ખંડપીઠ સમક્ષ કેન્દ્ર તરપથી એટોર્ની જનરલ વેણુગોપાલે પોતાના દાવાનું સમર્થન કરતા સરકારી ગુપ્તતા અધિનિયમ 123 અને માહિતી અધિકારના કાયદાની જોગવાઈઓને ટાંકી હતી.

સુપ્રીમ કોર્ટના રાફેલ ચુકાદા પર પુર્નવિચાર અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. આ અરજીઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા અને અરૂણ શૌરી તેમજ વકીલ પ્રશાંત ભૂષણે કરી છે.