રાષ્ટ્રપતિપદ માટે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને બિહારમાં સત્તાધારી પક્ષ જનતા દળ (યુનાઈટેડ) સમર્થન આપશે. મુખ્યપ્રધાન નીતીશકુમારે આ મામલે જેડીયુના ધારાસભ્યો, પ્રધાનોની બેઠક બોલાવી હતી. તે પછી બાદ ધારાસભ્ય રત્નેશ સદાએ આ નિર્ણય જાહેર કર્યો હતો. રાષ્ટ્રપતિપદ માટે કોવિંદના નામ પર આ અગાઉ નીતીશકુમારે સહમતિ હોવાના સંકેતો આપ્યાં હતાં. બીજી તરફ, રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બન્યાં બાદ રામનાથ કોવિંદે બિહારના રાજ્યપાલપદેથી મંગળવારે રાજીનામું આપી દીધુ હતું. હાલ તેઓ દિલ્હીમાં છે. તેઓ આજે બુધવારે ભાજપના સિનિયર નેતા મુરલી મનોહર જોશી મળ્યા હતા. સાંજે તેઓ લાલકૃષ્ણ અડવાણીને પણ મળશે. ઉલ્લેખનીય છે, અડવાણી અને જોશી રાષ્ટ્રપતિપદના દાવેદારોમાં ગણાતા હતાં.

LEAVE A REPLY

one + 17 =